________________
પ૩૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
અનેક જીવો હોય તો અનેક બંધક હોય છે. આ રીતે આયુષ્યને છોડીને અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન્! તે જીવ, આયુષ્ય કર્મના બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! (૧) ઉત્પલનો એક જીવ બંધક છે (૨) એક જીવ અબંધક છે (૩) અનેક જીવ બંધક છે (૪) અનેક જીવ અબંધક છે (૫) એક જીવ બંધક અને એક જીવ અબંધક છે (૬) એક જીવ બંધક અને અનેક જીવ અબંધક છે (૭) અનેક જીવ બંધક અને એક જીવ અબંધક છે (૮) અનેક જીવ બંધક અને અનેક જીવ અબંધક છે. આ રીતે આઠ ભંગ થાય છે.
८ ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं वेयगा, अवेयगा? गोयमा! णो अवेयगा, वेयए वा वेयगा वा । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ જ્ઞાનાવરણીય કર્મનો વેદક છે કે અવેદક? ઉત્તર- હે ગૌતમ! તે અવેદક નથી, વેદક છે; એક જીવ હોય તો એક વેદક છે અને અનેક જીવો હોય તો અનેક જીવો વેદક છે. આ રીતે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. | ९ ते णं भंते ! जीवा किं सायावेयगा, असायावेयगा ? गोयमा ! सायावेयए वा असायावेयए वा एवं एते अट्ठ भंगा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ શાતા વેદક છે કે અશાતા વેદક છે? ઉત્તર- હે ગૌતમ! એક જીવ શાતાદક છે અથવા એક જીવ અશાતવેદક છે. ઇત્યાદિ પૂર્વોક્ત આઠ ભંગ જાણવા જોઈએ. १० ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं उदई, अणुदई ? गोयमा ! णो अणुदई, उदई वा उदइणो वा । एवं जाव अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના અનુદયવાળા નથી અર્થાતુ ઉદયવાળા હોય છે. એક જીવ હોય તો એક અને અનેક જીવ હોય તો અનેક જીવો ઉદયવાળા છે, આ રીતે અંતરાયકર્મ સુધી જાણવું જોઈએ. ११ ते णं भंते! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं उदीरगा अणुदीरगा?
गोयमा !णो अणुदीरगा,उदीरए वा उदीरगावा। एवं जावअंतराइयस्स। णवरं वेयणिज्जाउएसु अट्ठ भंगा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! તે ઉત્પલના જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે કે અનુદીરક છે?