________________
શતક–૧૧: ઉદ્દેશક-૧
૫૩૫
जोगुवओगे वण्ण रसमाई, ऊसासगे य आहारे । विरइ किरिया बंधे, सण्ण कसायित्थि बंधे य ॥ २ ॥ सण्णिदिय अणुबंधे, संवेहाहार ठिइ समुग्घाए । चयण मूलादीसुय, उववाओ सव्व जीवाण ॥३॥
(૧) ઉપપાત (૨) પરિમાણ (૩) અપહાર (૪) ઉચ્ચત્વ (૫) બંધ (૬) વેદ (૭) ઉદય (૮) ઉદીરણા (૯) લેશ્યા (૧૦) દષ્ટિ (૧૧) જ્ઞાન (૧૨) યોગ (૧૩) ઉપયોગ (૧૪) વર્ણ, ગંધ, રસાદિ (૧૫) ઉચ્છવાસ (૧૬) આહાર (૧૭) વિરતિ (૧૮) ક્રિયા (૧૯) બંધક (૨૦) સંજ્ઞા (ર૧) કષાય (૨૨) સ્ત્રી વેદાદિ બંધ (૨૩) વેદ (૨૪) સંજ્ઞી (૨૫) ઇન્દ્રિય (૨૬) અનુબંધ-કાયસ્થિતિ (૨૭) સંવેધ (૨૮) આહાર (૨૯) સ્થિતિ (૩૦) સમુઘાત (૩૧) મરણ, (૩ર) ગતિ અને (૩૩) સર્વ જીવોનો મૂળ આદિમાં ઉપપાત. આ ૩૩ કારોથી ઉત્પલાદિની વિચારણા કરી છે. ૩વવાઓ – ઉત્પત્તિ. ઉત્પલના જીવોની ઉત્પત્તિ, નરક સિવાયની શેષ ત્રણ ગતિમાંથી થાય છે. નારકીના જીવો મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી અહીં નરક ગતિનો નિષેધ કર્યો છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકના દેવો ઉત્પલમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે ત્રણ ગતિના જીવોની ઉત્પત્તિ ઉત્પલમાં થાય છે.
અવર:- અપહાર. એક સમયમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત જીવોમાંથી અસત્ કલ્પનાથી એક સમયે એક જીવને બહાર કાઢીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલમાં પણ તે જીવોનો સંપૂર્ણ પણે અપહાર થઈ શકતો નથી અર્થાત્ એક સમયમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત જીવો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલના સમયથી અધિક છે. સૂત્રકારે આ પ્રકારની અસત્ કલ્પનાથી એક સમયમાં ઉત્પન્ન થતાં જીવોની સંખ્યાને સમજાવી છે. વાસ્તવમાં સમયે સમયે જીવોને કાઢવાની પ્રવૃત્તિ થતી નથી અને થાય પણ નહીં. બંધ, વેદ, ઉદય, ઉદીરણા દ્વાર:
७ तेणं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधगा, अबंधगा? गोयमा ! णो अबंधगा, बंधए वा, बंधगा वा । एवं जाव अंतरायइयस्स ।
णवरं आउयस्स पुच्छा?
गोयमा ! बंधए वा, अबंधए वा, बंधगा वा, अबंधगा वा; अहवा बंधए य अबंधए य अहवा बंधए य अबंधगा य, अहवा बंधगा य अबंधए य, अहवा बंधगा य अबंधगा य एते अट्ठ भंगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલનો જીવ જ્ઞાનાવરણીય કર્મનો બંધક છે કે અબંધક?
ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાનાવરણીય કર્મના અબંધક નથી, બંધક છે, એક જીવ હોય તો એકબંધક,