________________
| ૫૩૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર– હે ગૌતમ ! તે જીવો નરકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તે જીવો તિર્યંચમાંથી, મનુષ્યમાંથી અથવા દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદ અનુસાર વનસ્પતિકાયિક જીવોના ઉપપાત સંબંધી કથન કરવું યાવતું તે ઉત્પલજીવ ઈશાન દેવલોકથી આવીને ઉત્પન્ન થાય છે.
४ ते णं भंते! जीवा एगसमए णं केवइया उववजंति ? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જીવો એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
५ ते णं भंते! जीवा समए-समए अवहीरमाणा-अवहीरमाणा केवइकालेणं अवहीरंति?
गोयमा ! ते णं असंखेज्जा समए-समए अवहीरमाणा-अवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणिओस्सप्पिणिहिं अवहीरंति, णो चेव णं अवहिया सिया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્પલના જીવોનો પ્રતિસમય અપહાર કરીએ(બહાર કાઢીએ) તો કેટલા કાલમાં તેનો પૂર્ણ અપહાર થઈ શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્પલના તે અસંખ્યાત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનો અપહાર કરીએ તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીકાલ વ્યતીત થાય તેમ છતાં તેનો સંપૂર્ણ અપહાર થતો નથી. આ રીતે કોઈએ કર્યું નથી અને કરી પણ શકતા નથી. |६ तेसि णं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं साइरेगं जोयणसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! તે ઉત્પલ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી હોય છે ? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર યોજન હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્પલ સંબંધી એકથી ચાર વારોની વિચારણા કરી છે. તે સર્વ દ્વારોની સંગ્રહણી ગાથા આ પ્રમાણે છે
उववाओ परिमाणं, अवहारुच्चत्त बंध वेदे य । उदए उदीरणाए, लेस्सा दिद्री य णाणे य ॥ १ ॥