________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧
[ પ૩૩ ]
(૨૦) નોન – લોક વિષયક વિશિષ્ટ વક્તવ્યતા હોવાથી દશમા ઉદ્દેશકનું નામ “લોક છે. (૨૨) વાર્તા - કાલના ચાર પ્રકારાદિનું નિરૂપણ હોવાથી અગિયારમા ઉદ્દેશકનું નામ કાલ' છે.
૨) સ મય :- આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક અને પુદ્ગલ પરિવ્રાજકની થયેલી ધર્મચર્ચાનું પ્રતિપાદન હોવાથી બારમા ઉદ્દેશકનું નામ “આલભિકા છે. ઉત્પલ એકજીવી :
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव पज्जुवासमाणे एवं वयासीउप्पले णं भंते ! एगपत्तए किं एगजीवे अणेगजीवे ? __गोयमा ! एगजीवे, णो अणेगजीवे । तेणं परं जे अण्णे जीवा उववजंति तेणं णो एगजीवा अणेगजीवे । ભાવાર્થ – પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ભગવાનની પપાસના કરતાં ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! એક પત્રવાળું ઉત્પલ(કમળ), એક જીવવાનું છે કે અનેક જીવવાનું છે?
ઉત્તર- હે ગૌતમ ! એક પત્રવાળું ઉત્પલ એક જીવવાનું છે, અનેક જીવવાનું નથી. જ્યારે તે ઉત્પલમાં બીજા જીવો ઉત્પન્ન થાય છે, ત્યારે તે એક જીવવાનું રહેતું નથી પણ અનેક જીવવાળું બની જાય છે.
વિવેચન :
કોઈપણ વનસ્પતિ અંકુરિત થાય ત્યારે તેમાં પહેલાં એક મુખ્ય જીવ ઉત્પન્ન થાય છે. પછી તેના આશ્રયે બીજા અનેક(અનંત) જીવ ઉત્પન્ન થાય છે. તેથી ઉત્પલને પ્રારંભમાં એક જીવી કહ્યું છે.
ઉપપાતાદિ દ્વાર:| ३ ते णं भंते! जीवा कओहिंता उववज्जति ? किं णेरइएहिंतो उववति , तिरिक्खजोणिएहिंतो उववज्जति ? मणुस्सेहिंतो उववज्जति ? देवेहितो उववज्जति ?
गोयमा ! णो णेरइएहिंतो उववति, तिरिक्खजोणिएहितो वि उववज्जति, मणुस्सेहितो वि उववज्जति, देवेहितो वि उववति । एवं उववाओ भाणियव्वो जहा वक्कंतीए वणस्सइकाइयाणं जावईसाणेति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્પલમાં તે જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? નૈરયિકમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે?