________________
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૧
D8%
ઉત્પલા
ઉદ્દેશકોનાં નામ :
उप्पल सालु पलासे, कुंभी णाली य पउम कण्णिय ।
णलिण सिव लोग कालं, आलभिय दस दो य एक्कारे ॥ ભાવાર્થ - અગિયારમા શતકમાં બાર ઉદ્દેશક છે. યથા– (૧) ઉત્પલ (૨) શાલૂક (૩) પલાશ (૪) કુંભી (૫) નાલિક (૬) પદ્મ (૭) કર્ણિકા (૮) નલિન (૯) શિવરાજર્ષિ (૧૦) લોક (૧૧) કાલ અને (૧૨) આલબિકા. વિવેચન :
પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ તેના મુખ્ય અથવા આદ્ય વિષયના આધારે થયું છે. (૧) ૩પ્પત :– ઉત્પલની ઉત્પત્તિ, સ્થિતિ, બંધ, યોગ, ઉપયોગ આદિ ૩ર દ્વારના માધ્યમથી કથન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ “ઉત્પલ’ છે. (૨) સાસુ – ઉત્પલના કંદને શાલૂક કહે છે. શાલૂક વિષયક પ્રતિપાદન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ શાલૂક છે. (૩) પાસે – પલાશ સંબંધી કથન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ પલાશ’ છે. (૪) :- કુંભી નામની વનસ્પતિ વિષયક વિચારણા હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “કુંભી છે. (૯) નાની – કમલનાલ રૂપ નાલિકાનું પ્રતિપાદન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ “નાલી' છે. (૬) ૫૩મ:- પદ્મ વિષયક કથન હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘પદ્મ’ છે. (૭) રાય – કમલતંતુ રૂપ કર્ણિકાનું નિરૂપણ હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ “કર્ણિકા છે. (૮) પતિ :- નલિન નામના કમલ વિશેષની પ્રરૂપણા હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ નલિન છે. (૨) સિવ - શિવરાજર્ષિનું વિસ્તૃત જીવન વૃત્તાંત હોવાથી નવમા ઉદ્દેશકનું નામ “શિવ' છે.