________________
શતક—૧૦: ઉદ્દેશક-૬
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેટલા ઋદ્ધિશાળી અને મહાસુખી છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મહાઋદ્ધિશાળી યાવત્ મહાસુખી છે, તે બત્રીસ લાખ વિમાનોના સ્વામી છે, ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયસ્વિંશક દેવો, આઠ અગ્રમહિષીઓ અને અન્ય અનેક દેવ-દેવીઓ પર આધિપત્ય કરતાં યાવત્ દિવ્ય ભોગ ભોગવતાં વિચરે છે. દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રકારે મહાઋદ્ધિયુક્ત અને મહાસુખી છે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
૫૨૭
પ્રસ્તુત ઉદ્દેશકમાં શક્રેન્દ્રની સુધર્મા સભાનું અને તેની ઋદ્ધિનું વર્ણન સૂર્યાભદેવની ઋદ્ધિના અતિદેશપૂર્વક કર્યું છે. સૂર્યાભદેવનું વિસ્તૃત વર્ણન રાજપ્રશ્નીય સૂત્રમાં છે.
=
વહેંKIT :– અવતસંક-શ્રેષ્ઠ વિમાન. સૌધર્મ દેવલોકમાં પાંચ અવતંસક-શ્રેષ્ઠ વિમાનો છે. અશોકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક, આમ્રાવતંસક અને મધ્યમાં સૌધર્માવતંસક
|| શતક-૧૦/૬ સંપૂર્ણ |