________________
શતક–૧૦: ઉદ્દેશક-૫
[ ૫૧૯] सुजाया, सुमणा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो अवसेसं जहा चमरलोगपालाणं । एवं सेसाणं तिण्ह वि लोगपालाणं । जे दाहिणिल्ला इंदा तेसिं जहा धरणिंदस्स, लोगपालाण वि तेसिं जहा धरणस्स लोगपालाणं, उत्तरिल्लाण इदाणं जहा भूयाणदस्स, लोगपालाण वि तेसिं जहा भूयाणंदस्स लोगपालाणं, णवरं इंदाणं सव्वेसि रायहाणीओ सीहासणाणि य सरिसणामगाणि; परिवारो जहा तइए सए पढमे उद्देसए । लोगपालाणं सव्वेसिं रायहाणीओ सीहासणाणि य सरिसणामगाणि, परिवारो जहा चमरस्स लोगपालाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારરાજ, નાગકુમારેન્દ્ર ભૂતાનન્દના લોકપાલ કાલવાલ નામના મહારાજાને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! તેને ચાર અગ્રમહિષીઓ છે. યથા- સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તે પ્રત્યેક દેવીને એક હજાર દેવીઓનો પરિવાર વગેરે વર્ણન ચમરેન્દ્રના લોકપાલની સમાન જાણવું. તે જ રીતે શેષ ત્રણ લોકપાલોના વિષયમાં પણ જાણવું જોઈએ.
દક્ષિણદિશાના ઇન્દ્રોનું કથન ધરણેન્દ્રની સમાન અને તેના લોકપાલોનું કથન ધરણેન્દ્રના લોકપાલોની સમાન જાણવું જોઈએ.
ઉત્તર દિશાના ઇન્દ્રોનું કથન ભૂતાનંદની સમાન અને તેના લોકપાલોનું કથન ભૂતાનંદના લોકપાલોની સમાન જાણવું. તેમાં વિશેષતા એ છે કે સર્વ ઇન્દ્રોની રાજધાનીઓ અને સિંહાસનોના નામ ઇન્દ્રના નામની સમાન જાણવા જોઈએ. તેના પરિવારનું વર્ણન ત્રીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. સર્વ લોકપાલોની રાજધાનીઓ અને સિંહાસનોના નામ લોકપાલના નામ અનુસાર અને પરિવારનું વર્ણન અમરેન્દ્રના લોકપાલના પરિવારની સમાન જાણવું જોઈએ. વ્યંતરેન્દ્રોની અગમહિષી અને તેનો પરિવાર :|१३ कालस्स णं भंते ! पिसायिंदस्स पिसायरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ,तं जहा- कमला, कमलप्पभा, उप्पला, सुदसणा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देविसहस्सं, सेसं जहा चमरलोगपालाणं । परिवारो तहेव, णवरं कालाए रायहाणीए, कालंसिसीहासणंसि, सेसं तं चेव । एवं महाकालस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર-હે આર્યો! તેને ચાર અગ્રમહિષીઓ છે. યથા– કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના.