________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર-૩
ઇન્દ્રા, ઘનવિધુતા. આ પ્રત્યેક દેવીઓને છ-છ હજાર દેવીઓનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, અન્ય છ-છ હજાર દેવીઓના પરિવારની વિકુવર્ણા કરી શકે છે. આ રીતે સર્વ મળીને ૩૬,000 દેવીઓની વિકુવર્ણા કરી શકે છે, આ દેવીઓનો ત્રુટિત વર્ગ કહ્યો છે.
પ્રશ્ન- હે ભગવન્! ધરણેન્દ્ર સુધર્મા સભામાં મૈથુન સેવન કરે છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-સર્વવર્ણન પૂર્વવતુ જાણવું.વિશેષતા એ છે કે તેની રાજધાનીનું નામ ધરણા, ધરણ સિંહાસન અને સર્વ પરિવારનું કથન કરવું. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. १० धरणस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमारण्णो लोगपालस्स कालवालस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- असोगा, विमला, सुप्पभा, सुदंसणा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्स परिवारो, अवसेस जहा चमरलोगपालाणं । एवं सेसाणं तिण्ह वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ, ધરણના લોકપાલ કાલવાલ નામના મહારાજાને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો! તેને ચાર અગ્રમહિષીઓ છે. યથા- અશોકા, વિમલા, સુપ્રભા અને સુદર્શના. તેમાંથી એક-એક દેવીને એક-એક હજાર દેવીનો પરિવાર આદિ વર્ણન ચમરના લોકપાલની સમાન કહેવું જોઈએ. આ રીતે શેષ ત્રણ લોકપાલોના વિષયમાં પણ કહેવું જોઈએ. ११ भूयाणंदस्स भंते ! पुच्छा?
अज्जो ! छ अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रूया, रूयंसा, सुरूया, रूयगावई, रूयकता, रूयप्पभा । तत्थ णं एगमेगाए देवीए छ छ देवीसहस्सं परिवारो अवसेसं जहा धरणस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભૂતાનંદને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર-હે આર્યો ! તેને છ અગ્રમહિષીઓ છે. યથા- રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપકાવતી, રૂપકાત્તા, રૂપપ્રભા. તેમાં પ્રત્યેક દેવીને છ હજાર દેવીઓનો પરિવાર વગેરે વર્ણન ધરણેન્દ્રની સમાન જાણવું.
१२ भूयाणंदस्स णं भंते ! णागकुमारिंदस्स णागकुमारण्णो लोगपालस्स कालवालस्स महारण्णो पुच्छा ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सुणंदा, सुभद्दा,