________________
૫૨૦
શ્રી ભગવતી સૂત્ર-૩
તેમાં પ્રત્યેક દેવીને એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. શેષ સર્વ વર્ણન અમરેન્દ્રના લોકપાલોની સમાન અને પરિવાર પણ તેની સમાન જાણવો જોઈએ પરંતુ વિશેષતા એ છે કે તેને કાલા નામની રાજધાની અને કાલ નામનું સિંહાસન છે. શેષ સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. આ રીતે મહાકાલના વિષયમાં જાણવું જોઈએ. १४ सुरूवस्स णं भंते ! भूतिंदस्स भूतरण्णो पुच्छा ?
___ अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- रूववई, बहुरूवा, सुरूवा, सुभगा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसं जहा कालस्स । एवं पडिरूवस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ચાર અગ્રમહિષીઓ છે. યથા– રૂપવતી, બહુરૂપા, સુરૂપા અને સુભગા. તેમાં પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર આદિનું વર્ણન કાલેન્દ્રની સમાન જાણવું. આ રીતે પ્રતિરૂપેન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. १५ पुण्णभद्दस्स णं भंते ! जक्खिदस्स पुच्छा ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पुण्णा, बहुपुत्तिया, उत्तमा, तारया । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसं जहा कालस्स । एवं माणिभद्दस्स वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા- પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા અને તારકા. પ્રત્યેક દેવીને એક હજાર દેવીનો પરિવાર વગેરે વર્ણન કાલેન્દ્રની સમાન જાણવું જોઈએ, આ રીતે માણિભદ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. |१६ भीमस्स णं भंते ! रक्खसिंदस्स पुच्छा ?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- पउमा, पउमावती, कणगा, रयणप्पभा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो सेसं जहा कालस्स । एवं महाभीमस्स वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા- પદ્મા, પદ્માવતી, કનકા અને રત્નપ્રભા.