________________
૫૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
| શતક-૧૦ : ઉદ્દેશક-પ|
જ સંક્ષિપ્ત સાર
જે
જે
આ ઉદેશકમાં ચારે જાતિના દેવેન્દ્રોની અગ્રમહિષી, તેનો પરિવાર, વિક્ર્વણા શક્તિ વગેરેનું પ્રતિપાદન
ચમરેન્દ્ર-બલી - તેને પાંચ-પાંચ અગ્રમહિષી છે. એક-એક દેવીને ૮,૦૦૦ દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય ૮,૦૦૦ દેવીઓની વિદુર્વણા કરી શકે છે. તે પાંચે દેવીઓનો ૪૦,૦૦૦ દેવીઓના સમૂહને એક ત્રુટિત વર્ગ કહે છે.
નવનિકાય-ઇન્દ્ર- પ્રત્યેકને છ અગ્રમહિષી છે. એક-એક દેવીને ૬000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 400 દેવીઓની વિફર્વણા કરી શકે છે. તેને ૩૬,000 દેવીઓનો ત્રુટિત-વર્ગ છે.
વ્યંતરેન્દ્રઃ- પ્રત્યેકને ચાર અગ્રમહિષી છે. એક-એક દેવીને ૪000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય ૪,000 દેવીઓની વિદુર્વણા કરી શકે છે. તેને ૧૬,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે.
જ્યોતિન્દ્ર - પ્રત્યેકને ચાર અગ્રમહિષી છે. એક-એક દેવીને ૪,000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 8,000 દેવીઓની વિફર્વણા કરી શકે છે. તેને ૧૬,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે. ૮૮ ગ્રહનું કથન તેના ઇન્દ્રની સમાન છે. શકે – તેને આઠ અગ્રમહિષી છે. એક-એક દેવીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર છે અને પ્રત્યેક દેવી અન્ય ૧૬,000 દેવીઓની વિદુર્વણા કરી શકે છે. તેને ૧,૨૮,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે. ઈશાનેન્દ્ર - શક્રેન્દ્રની સમાન છે. લોકપાલઃ-ભવનપતિ અને વૈમાનિકદેવોના લોકપાલને ચાર અગ્રમહિષી છે. તે પ્રત્યેકને ૧,000દેવીઓનો પરિવાર, પ્રત્યેક દેવી અન્ય ૧,000 દેવીઓની વિમુર્વણા કરી શકે છે. તેને ૪,000 દેવીઓનો ત્રુટિત વર્ગ છે. વ્યંતર અને જ્યોતિષી દેવેન્દ્રોને લોકપાલ નથી.
પ્રત્યેક ઇન્દ્ર પોતાની સુધર્મા સભામાં પારિવારિક ઋદ્ધિ, નાટય, ગીત, વાજિંત્ર આદિ ભોગોપભોગોનું સેવન કરી શકે છે, પરંતુ ઇન્દ્ર અને દેવ-દેવીઓ માટે વંદનીય, પૂજનીય જિન દાઢાઓ હોવાથી તેઓ ત્યાં મૈથુન સેવન કરતા નથી. પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ હોય છે. ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી.