________________
શતક-૧૦: ઉદ્દેશક-૪
[ ૫૧૧ ]
ત્રાયસ્વિંશક દેવોનું વર્ણન કર્યું છે. નહીં થરસ - અમરેન્દ્ર, બલીન્દ્ર, શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર ચારેયના ત્રાયન્ટિંશકોના પૂર્વભવનું વર્ણન છે અને ઘરણે આદિ અવશેષ સર્વ ઇન્દ્રોના ત્રાયન્ટિંશકો માટે પૂર્વભવના કથન વિના વર્ણન છે. ચાર સિવાય શેષ ઇન્દ્રોના વર્ણનમાં નહીં ધરાસ એ પ્રમાણે કથન કર્યું છે. આનો પવિતા – ભવનપતિ ઇન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો પૂર્વ ભવમાં શ્રમણોપાસકો હોય અને પાર્થસ્થાદિ(શિથિલાચારી) બની આલોચના પ્રાયશ્ચિત્ત કર્યા વિના વિરાધક બનીને ભવનપતિના ત્રાયન્ટિંશક દેવરૂપે ઉત્પન્ન થાય છે અને વૈમાનિક ઇન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો આરાધક રૂપે જ ત્યાં ઉત્પન્ન થાય છે.
છે શતક-૧૦/૪ સંપૂર્ણ