________________
[ ૫૦૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. યાવતું પહેલા જાય છે અને પછી પણ વિમોહિત કરે છે; ત્યાં સુધી કહેવું જોઈએ. આ રીતે ચાર સૂત્રાલાપક(દંડક) કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવ-દેવીનું અન્ય દેવ-દેવીની મધ્યમાં થઈને જવાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
(૧) અલ્પઋદ્ધિક દેવ-દેવીનો મહદ્ધિક દેવ-દેવીની સાથે (૨) સમઋદ્ધિક દેવ-દેવીનો સમઋદ્ધિક દેવ-દેવીની સાથે (૩) મહદ્ધિક દેવ-દેવીનો અલ્પઋદ્ધિક દેવ-દેવી સાથે, આ ત્રણ આલાપક થાય છે. આ ત્રણે ય આલાપક ૪ દંડકમાં થાય છે. યથા– (૧) સામાન્ય દેવનો સામાન્ય દેવ સાથે (૨) દેવનો દેવી સાથે (૩) દેવીનો દેવ સાથે (૪) દેવીનો દેવી સાથે. આ રીતે ચાર દંડક(સૂત્રાલાપક) થાય છે
તેનો નિષ્કર્ષ એ છે કે અઋદ્ધિક દેવ, મહર્તિક દેવની મધ્યમાં થઈને જઈ શકતા નથી, પરંતુ જો તે દેવ અસાવધાન હોય તો જ જઈ શકે છે. પરંતુ મહદ્ધિક દેવ અલ્પઋદ્ધિક દેવની મધ્યમાં થઈને, પહેલા કે પછી વિમોહિત કરીને, કે વિમોહિત કર્યા વિના પણ જઈ શકે છે. સમદ્ધિક દેવ સમદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે, પહેલા કે પછી તેને વિમોહિત કરીને જઈ શકે છે.
વિનોદિના :- વિસ્મિત કરવું. મિહિકા-ધુમ્મસ આદિ દ્વારા અંધકાર કરી દેવો. તે અંધકારને જોઈને સામેના દેવ, વિસ્મિત થઈ જાય છે કે આ શું છે? તે જ સમયે તેનું ધ્યાન ચૂકવીને દેવની મધ્યમાંથી નીકળી જવું ‘તેને વિમોહિત કરીને જવું” કહેવાય છે.
દોડતા અશ્વની 'ખુ-ખુ ધ્વનિનું કારણ:१४ आसस्स णं भंते ! धावमाणस्स किं खुखु त्ति करेइ ?
गोयमा ! आसस्स णं धावमाणस्स हिययस्स य जगयस्स य अंतरा एत्थ णं कक्कडए णाम वाए संमुच्छइ, जेणं आसस्स धावमाणस्स 'खु खु' त्ति करेइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યારે અશ્વ દોડે છે, ત્યારે ખુ-ખુ શબ્દ કેમ કરે છે?
ઉત્તર– હે ગૌતમ! જ્યારે અશ્વ દોડે છે, ત્યારે તેના હૃદય અને યકૃતની વચ્ચે કર્કટ(કર્બટ) નામનો વાયુ ઉત્પન્ન થાય છે, તેથી દોડતો અશ્વ ખુ-ખુ” ધ્વનિ કરે છે.
ભાષાના ભેદ - १५ अह भंते ! आसइस्सामो, सइस्सामो चिट्ठिस्सामो णिसिइस्सामो तुयट्टिस्सामो
आमंतणी आणवणी जायणी, तह पुच्छणी य पण्णवणी ।