________________
શતક–૧૦: ઉદ્દેશક-૩
[ ૫૦૧ ]
पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ॥ अणभिग्गहिया भासा भासा य, अभिग्गहम्मि बोद्धव्वा ।
संसयकरणी भासा, वोयडमव्वोयडा चेव । पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा?
हंता गोयमा ! आसइस्सामो, तं चेव जाव ण एसा भासा मोसा ॥ सेवं બંતા સેવં ભલે I શબ્દાર્થ:- આફસ્સાનો = આશ્રય કરશું તફસામો = શયન કરશું વિસ્મિાનો = ઊભા રહેશું લિસ્સીનો = બેસણું તુવેટ્ટિસાનો = પડખા ભર શયન કરશું આમંતળી = આમંત્રણ આપનારી આગવી = આજ્ઞાપની ગાય = યાચના કરનારી છાપુનોમા = ઇચ્છાનુલોમા વોડમબ્રોયડા = વ્યાકૃતા અવ્યાકૃતા. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અમે આશ્રય કરશું, શયન કરશું, ઊભા રહેશું, બેસશું અને પડખા ભર શયન કરશું, ઇત્યાદિ ભાષા તથા (૧) આમંત્રણી (૨) આજ્ઞાપની (૩) યાચની (૪) પૃચ્છની (૫) પ્રજ્ઞાપની (૬) પ્રત્યાખ્યાની (૭) ઇચ્છાનુલોમા (૮) અનભિગૃહીતા (૯) અભિગૃહીતા (૧૦) સંશયકરણી (૧૧) વ્યાકૃતા (૧૨) અવ્યાકૃતા, આ બાર પ્રકારની ભાષાઓ શું પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે? એવી ભાષા શું મૃષા ભાષા કહેવાતી નથી?
ઉત્તર- હા, ગૌતમ ! ઉપરોક્ત પ્રકારની ભાષા પ્રજ્ઞાપની ભાષા છે, તે મૃષા ભાષા નથી. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેટલાક ભવિષ્યકાલીન ભાષા પ્રયોગો, તેમજ લૌકિક વ્યવહાર સાધક ભાષાઓની સત્યતા આદિ વિષયનું નિરૂપણ છે.
“અમે આશ્રય કરશું' ઇત્યાદિ ભાષા ભવિષ્યકાલીન છે. વર્તમાનકાલની અપેક્ષાએ તે અનવધારણીય-અનિશ્ચિત છે. તેમ છતાં તેમાં સત્યતાનો વિકલ્પ રહેલો છે. તથા આમંત્રણી આદિ બાર પ્રકારની ભાષા વસ્તૃતત્ત્વનું વિધાન કરતી નથી તે જ રીતે પ્રતિષેધ પણ કરતી નથી. તે ભાષા સત્ય નથી અને મૃષા પણ નથી. તે નિરવ પુરુષાર્થ સાધક છે. તેથી સૂત્રકારે તે ભાષાને પ્રજ્ઞાપની, વાચ્યાર્થને પ્રગટ કરનારી, બોલવા યોગ્ય ભાષા કહી છે.
આગમોક્ત ભાષાના ચાર પ્રકાર છે. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા. તેમાં સૂત્રોક્ત ભાષા પ્રયોગનો સમાવેશ વ્યવહાર ભાષામાં થાય છે.