________________
૪૯s
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧૦ : ઉદ્દેશક-૩
આત્મસદ્ધિ
દેવની ગમન શક્તિઃ|१ रायगिहे जाव एवं वयासी- आइड्डीए णं भंते ! देवे जाव चत्तारि, पंच देवावासंतराइ वीइक्कंते, तेण परं परिड्डीए ?
हंता गोयमा ! आयड्डीए णं देवे जाव तेण परं परिड्डीए । एवं असुरकुमारे वि । णवरं असुरकुमारावासंतराइं, सेसं तं चेव । एवं एएणं कमेणं जाव थणियकुमारे, एवं वाणमंतरे, जोइसिए, वेमाणिए वि जाव तेण परं परिड्डीए । શબ્દાર્થ - આલ્ફીણ-સ્વકીય શક્તિ, આત્મઋદ્ધિથી છૂપ- અન્ય ઋદ્ધિ અર્થાત્ વૈક્રિય શક્તિથી વીતે = ગમન કરે છે, પાર કરે છે, ઉલ્લંઘન કરે છે તેવાવાસંતરા = દેવાવાસ વિશેષોને.
ભાવાર્થ - પ્રશ્ર– રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! દેવ, પોતાની શક્તિ દ્વારા શું એક, બે, ત્રણ ચાર-પાંચ દેવાવાસો સુધી ગમન કરે છે અને ત્યાર પછી અન્ય શક્તિ દ્વારા ગમન કરે છે?
ઉત્તર- હા ગૌતમ! દેવ પોતાની શક્તિ દ્વારા ચાર-પાંચ દેવાવાસો સુધી ગમન કરે છે અને ત્યાર પછી અન્યશક્તિ(વક્રિયશક્તિ) દ્વારા ગમન કરે છે. આ જ રીતે અસુરકુમારના વિષયમાં પણ જાણવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તે પોતાની શક્તિ દ્વારા અસુરકુમારના આવાસોનું ઉલ્લંઘન કરે છે, શેષ પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે આ જ અનુક્રમથી થાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું. તેમજ વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિકના સંબંધમાં પણ જાણવું જોઈએ યાવતું ત્યાર પછી અન્યશક્તિ (વક્રિયશક્તિ)થી ગમન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવોની આત્મઋદ્ધિ અને વૈક્રિયશક્તિનું દર્શન કરાવ્યું છે. કોઈ પણ જાતિના દેવ સ્વાભાવિક શક્તિથી-આત્મઋદ્ધિથી પોત-પોતાની જાતિના ચાર, પાંચ અન્ય આવાસો સુધી ગમનાગમન કરી શકે છે અને ત્યાર પછીના ક્ષેત્રમાં ગમનાગમન કરવું હોય તો દેવોને માટે વૈક્રિય લબ્ધિનો પ્રયોગ આવશ્યક બની જાય છે. તે દેવ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરીને, ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જઈ શકે છે.