________________
શતક-૧૦ઃ ઉદ્દેશક-૩
૪૯૭
અન્ય દેવની વચ્ચેથી નીકળવાની ક્ષમતા :| २ अप्पड्डीए णं भंते ! देवे से महड्डियस्स देवस्स मज्झमझेणं वीइवएज्जा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું અલ્પઋદ્ધિ યુક્ત દેવ, મહદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી.(તે મહદ્ધિક દેવની મધ્યમાંથી જઈ શકતા નથી) | ३ |समड्डीए णं भंते ! देवे समड्डीयस्स देवस्स मज्झमज्झेणं वीइवएज्जा ? गोयमा! णो इणढे समढे; पमत्तं पुण वीइवएज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સમદ્ધિક(સમાન શક્તિવાન) દેવ, સમદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી, પરંતુ જો તે સમદ્ધિક દેવ અસાવધાન હોય તો તેની મધ્યમાં થઈને જઈ શકે છે.
૪ રે અંતે ! હિંદ વિનોદિત્તા મૂ, વિનોદિત ? જોયમાં विमोहित्ता पभू, णो अविमोहेत्ता पभू । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! શું તે દેવ, સમદ્ધિક દેવને વિમોહિત કરીને જાય છે કે વિમોહિત કર્યા વિના જાય છે.? ઉત્તર- હે ગૌતમ! તે દેવ, સમદ્ધિક દેવને વિમોહિત કરીને જઈ શકે છે, વિમોહિત કર્યા વિના જઈ શકતા નથી.
५ से भंते ! किं पुट्वि विमोहित्ता पच्छा वीइवएज्जा, पुद्वि वीइवइत्ता पच्छा विमोहेज्जा ? गोयमा ! पुव्वि विमोहित्ता पच्छा वीइवएज्जा, णो पुव्वि वीइवइत्ता पच्छा विमोहेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે દેવ, તેને પહેલા વિમોહિત કરે છે અને પછી જાય છે કે પહેલા જાય છે અને પછી વિમોહિત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે દેવ, તેને પહેલા વિમોહિત કરે છે અને પછી જાય છે, પરંતુ પહેલા જઈને પછી વિમોહિત કરતા નથી. |६ महिड्डीए णं भंते ! देवे अप्पड्डियस्स देवस्स मज्झमज्झेणं वीइवएज्जा ? हंता गोयमा ! वीइवएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું મહર્તિક દેવ, અલ્પઋદ્ધિક દેવની મધ્યમાં થઈને જઈ શકે છે? ઉત્તર- હા, ગૌતમ ! જઈ શકે છે.