________________
શ્રી ભગવતી સૂત્ર–૩
તેનો સારાંશ એ છે કે અંત સમયે આલોચના-પ્રતિક્રમણાદિ કરીને તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારનાર સાધક આરાધક થાય છે અને આલોચના આદિ ન કરનાર સાધક વિરાધક થાય છે. આરાધક અને વિરાધકપણાનો આધાર ભાવવિશુદ્ધિ છે. છદ્મસ્થાવસ્થામાં દોષસેવન સ્વાભાવિક છે. પરંતુ દોષને દોષરૂપે સ્વીકારી તેનું પ્રાયશ્ચિત કરવાના ભાવ કરવા કે પ્રાયશ્ચિત કરવું તે બંને અવસ્થામાં સાધકના આરાધનાના ભાવ પ્રગટ થાય છે. તેથી તે આરાધક બને છે. પરંતુ દોષનો દોષરૂપે સ્વીકાર ન કરવો કે તેનું પ્રાયશ્ચિત્ત કરવાના ભાવ ન થવા કે પ્રાયશ્ચિત ન કરવું, તે બંને અવસ્થામાં સાધકના આરાધનાના ભાવ જણાતા નથી તેથી તે વિરાધક થાય છે. ૧૨ ભિક્ષુ-પ્રતિમાનું વિસ્તૃત વર્ણન દશાશ્રુતસ્કંધ નામના છેદ સૂત્રમાં છે.
|| શતક-૧૦/ર સંપૂર્ણ ॥
૪૯૪