________________
૪૯૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૪) પ્રકારાન્તરથી વેદનાના ત્રણ ભેદ – શાતા વેદના, અશાતા વેદના અને શાતા-અશાતા વેદના. ઉદયપ્રાપ્ત વેદનીય કર્મજન્ય પુદ્ગલોના અનુભવરૂપ અનુકૂળ અને પ્રતિકૂળ વેદનાને ક્રમશઃ શાતા, અશાતા વેદના કહે છે. ૨૪ દંડકમાં ત્રણ પ્રકારની વેદના હોય છે.
(૫) પ્રકારાન્તરથી વેદનાના ત્રણ ભેદ – દુઃખા, સુખા અને અદુઃખાસુખા. ૨૪ દંડકમાં ત્રણ પ્રકારની વેદના હોય છે. અન્ય દ્વારા ઉદીર્યમાણ મારપીટરૂપ અશાતા કે શરીર પરિચર્યારૂપ શાતા વેદનાને ક્રમશઃ દુઃખા અને સુખા વેદના કહે છે તથા અન્ય દ્વારા અનુદીતિ સહજ થતી અવસ્થાને અદુઃખા સુખા વેદના કહે છે.
(૬) પ્રકારાન્તરથી વેદનાના બે ભેદ :- આભ્યપગમિક અને ઔપક્રમિકી. (૧) આભ્યપગમિકી વેદના- સ્વયં કષ્ટને સ્વીકારીને જે વેદના ભોગવે તે અથવા ઉદીરણા દ્વારા ઉદયમાં લાવીને અનુભવાતી વેદના. યથા- કેશલોચ આદિ. (૨) ઔપકમિટી વેદના - જે સ્વયં ઉદયમાં આવેલી હોય તે. યથાજ્વરાદિ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં બંને પ્રકારની વેદના હોય છે. શેષ બાવીસ દંડકોમાં એક માત્ર ઔપક્રમિકી વેદના હોય છે. (6) પ્રકારાન્તરથી વેદનાના બે ભેદઃ- (૧) નિદા અને અનિદા. સભાન અવસ્થામાં જેનું વેદના થાય તે નિદાવેદના અને બેભાન દશામાં જેનું વેદના થાય તે અનિદાવેદના છે. (૨) વ્યક્ત અને અવ્યક્ત વેદનાને ક્રમશઃ નિદા અને અનિદાવેદના કહેવાય છે. (૩) વિવેક સહિતનું વેદના અને વિવેક રહિતનું વેદન ક્રમશઃ નિદા અને અનિદા વેદના કહેવાય છે. નારકી, ભવનપતિ, વ્યંતર, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ૧૪ દંડકોમાં જીવ બંને પ્રકારની વેદના ભોગવે છે. તેમાં જે સંજ્ઞી છે તે નિદા વેદના ભોગવે છે. પાંચ સ્થાવરા અને ત્રણ વિકસેન્દ્રિય આ સર્વ અસંજ્ઞી જીવો અનિદા વેદના ભોગવે છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોના બે પ્રકાર છે– મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. મિથ્યાદષ્ટિ દેવો અનિદા વેદના અને સમ્યગુદૃષ્ટિ દેવો નિદા વેદના ભોગવે છે.
ભિક્ષુ પ્રતિમા અને આરાધના :| ५ मासियं णं भंते ! भिक्खुपडिम पडिवण्णस्स अणगारस्स णिच्चं वोसट्ठकाए चियत्तदेहे, जे केइ परीसहोवसग्गा उप्पति, तं जहा- दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा; ते उप्पण्णे सम्म सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । एवं मासिया भिक्खुपडिमा णिरवसेसा भाणियव्वा, जहा दसाहिं जाव आराहिया भवइ। ભાવાર્થ :- જે અણગારે માસિક ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરી છે તથા જેણે શરીરના મમત્વનો અને શરીર-સંસ્કારનો ત્યાગ કર્યો છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે ઉપસર્ગો આવે છે તેને સમ્યક પ્રકારે સહન કરે છે; ક્ષમા રાખે છે, તિતિક્ષાપૂર્વક સહન કરે છે; ઇત્યાદિ માસિકી ભિક્ષુ-પ્રતિમા સંબંધી સર્વ વર્ણન શ્રી છદશાશ્રુતસ્કંધ સૂત્રાનુસાર બારમી ભિક્ષુ-પ્રતિમા સુધી સર્વવર્ણન જાણવું થાવ તે જિનાજ્ઞાનો આરાધક થાય છે ત્યાં સુધી કહેવું જોઈએ.