________________
શતક-૧૦ઃ ઉદ્દેશક-૨
૪૯૧]
(૪) ઉત્કૃષ્ટતા નિષ્કૃષ્ટતાની દષ્ટિએ યોનિના ત્રણ ભેદ– (૧) કૂર્મોન્નતા- કાચબાની પીઠની જેમ ઉન્નત (૨) શંખાવર્તા- શંખની જેમ આવર્તવાળી (૩) વંશીપત્રા- વાંસના બે પત્રની સમાન સંપુટ આકારની. ચક્રવર્તીના સ્ત્રીરત્નની શંખાવર્તા યોનિ, તીર્થકર આદિ ઉત્તમ પુરુષોની માતાની કૂર્મોન્નતા યોનિ અને શેષ સમસ્ત સંસારી જીવોની માતાની વંશીપત્રા યોનિ હોય છે. તેના વિશેષ વિવરણ માટે જુઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-પદ.૯ વેદનાનું સ્વરૂપ અને તેના પ્રકાર:
४ कइविहा णं भंते ! वेयणा पण्णत्ता ? __गोयमा ! तिविहा वेयणा पण्णत्ता, तं जहा- सीया, उसिणा, सीओसिणा । एवं वेयणापयं णिरवसेसं भाणियव्वं जाव णेरइया णं भंते ! किं दुक्खं वेयणं वेदेति, सुहं वेयणं वेदेति, अदुक्खमसुहं वेयणं वेदेति ? गोयमा! दुक्खं पि वेयणं वेदेति, सुहं पि वेयणं वेदेति, अदुक्खमसुहं पि वेयणं वेदेति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વેદનાના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! વેદનાના ત્રણ પ્રકાર છે. યથા– શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું સંપૂર્ણ ૩૫મું પદ કહેવું જોઈએ. યાવત્
હે ભગવન્! શું નરયિક જીવ દુઃખરૂપ વેદના વેદે છે કે સુખરૂપ વેદના વેદે છે કે અદુઃખરૂપ અસુખરૂપ વેદના વેદે છે? હે ગૌતમ! નૈરયિક જીવ દુઃખરૂપ વેદના પણ વેદે છે, સુખરૂપ વેદના પણ વેદે છે અને અદુઃખરૂપ-અસુખરૂપ વેદના પણ વેદે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેદનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. વેદના:- જે વેદાય-અનુભવાય તે વેદના છે– (૧) વેદનાના ત્રણ ભેદ છે- શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. નરકમાં શીત અને ઉષ્ણ બે પ્રકારની વેદના છે. શેષ ૨૩ દંડકોમાં ત્રણ પ્રકારની વેદના હોય છે.
(ર) પ્રકારાત્તરથી વેદનાના ચાર ભેદ છે– દ્રવ્યવેદના, ક્ષેત્રવેદના, કાલવેદના અને ભાવવંદના. દ્રવ્ય વેદના- શુભ-અશુભ દ્રવ્યની સંયોગજન્ય વેદના, ક્ષેત્ર વેદના- નરકાદિ ક્ષેત્રજન્ય વેદના, કાલ વેદના- પાંચમા-છઠ્ઠા આરામાં અનુભવાતી વેદના, ભાવવંદના- વિરહની વેદના અથવા ક્રોધાદિજન્ય વેદના. ૨૪ દંડકોમાં ચારે પ્રકારની વેદના હોય છે. (૩) પ્રકારાન્તરથી વેદનાના ત્રણ ભેદ:- શારીરિક, માનસિક અને શારીરિક-માનસિક. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય વગેરે અસંજ્ઞી જીવોમાં શારીરિક વેદના હોય છે. શેષ સોળ દંડકમાં ત્રણ પ્રકારની વેદના હોય છે.