________________
૪૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પથમાં અર્થાત્ વીતરાગ હોવાથી જે માર્ગમાં ક્રિયા અવિકૃત હોય તે અર્થાત્ પૂર્ણ શુદ્ધ સંયમ માર્ગમાં યથાખ્યાત ચારિત્રમાં સ્થિત વીતરાગને કોઈપણ પ્રવૃત્તિમાં ઐર્યાપથિકી ક્રિયા જ લાગે છે. યોનિઓના ભેદ-પ્રભેદઃ| ३ | कइविहा णं भंते ! जोणी पण्णत्ता ? गोयमा ! तिविहा जोणी पण्णत्ता, तं जहा- सीया, उसिणा, सीओसिणा; एवं जोणीपयं णिरवसेसं भाणियव्वं ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! યોનિઓ કેટલા પ્રકારની કહી છે? ઉત્તર- હે ગૌતમ ! યોનિઓ ત્રણ પ્રકારની કહી છે. યથા- શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું નવમું ‘યોનિપદ સંપૂર્ણ કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં યોનિના ત્રણ પ્રકારનો નામોલ્લેખ માત્ર કર્યો છે. તેનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે. યોનિઃ- “યોનિ' શબ્દ “યુમિશ્રણ ધાતુથી બન્યો છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. "યુવનિ અસ્થતિ યોનિઃ ' જે સ્થાનમાં તૈજસ-કાશ્મણ શરીરી જીવ, ઔદારિક આદિ શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્રિત થાય છે, તેને યોનિ કહે છે અર્થાત્ જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી યોનિના ૮૪ લાખ ભેદ છે. પૃથ્વી, અપ, તેલ અને વાઉકાયની સાત સાત લાખ યોનિ છે. પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિકાયની ૧૪ લાખ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની ૨-૨ લાખ, નારકી, દેવતા અને તિર્યંચ પંચેન્દ્રિયની ૪-૪ લાખ, મનુષ્યની ૧૪ લાખ યોનિ છે. સર્વ મળીને ૮૪ લાખ યોનિઓ થાય છે. જો કે જીવ અનંત હોવાથી વ્યક્તિભેદથી અનંતયોનિ થઈ શકે છે, પરંતુ સમાન વર્ષાદિવાળી યોનિઓને જાતિરૂપે એક યોનિ ગણી શકાય છે. પ્રસ્તુત સૂત્રમાં યોનિના ત્રણ પ્રકાર કહ્યા છે. (૧) યોનિના ત્રણ પ્રકાર- શીત સ્પર્શના પરિણામવાળી શીતયોનિ, ઉષ્ણ સ્પર્શના પરિણામવાળી ઉષ્ણયોનિ અને શીત અને ઉષ્ણ ઉભય સ્પર્શના પરિણામવાળી શીતોષ્ણ યોનિ કહેવાય છે. દેવતા અને ગર્ભજ તિર્યંચ, મનુષ્યોને શીતોષ્ણ, તેઉકાયને ઉષ્ણ, નારકીને શીત અને ઉષ્ણ અને શેષ જીવોને ત્રણે પ્રકારની યોનિ હોય છે. (૨) પ્રકારાત્તરથી યોનિના ત્રણ ભેદ– (૧) સચેત- ઉત્પત્તિ સ્થાન જીવ પ્રદેશોથી સંબંધિત હોય તે (૨) અચેત- ઉત્પત્તિ સ્થાન સર્વથા જીવ રહિત હોય છે અને (૩) મિશ્ર– ઉત્પત્તિ સ્થાન જીવાજીવ સહિત હોય તે. દેવ અને નારકીને અચિત્ત, ગર્ભજ જીવોને મિશ્ર અને શેષ જીવોને ત્રણ પ્રકારની યોનિ હોય છે. (૩) પ્રકારાન્તરથી યોનિના ત્રણ ભેદ– (૧) સંવૃત્ત- ઉત્પત્તિસ્થાન ઢંકાયેલું-ગુપ્ત હોય તે (૨) વિવૃત્ત- ઉત્પત્તિસ્થાન ખુલ્લું હોય છે અને (૩) સંવૃત્ત-વિવૃત્ત- ઉત્પત્તિસ્થાન કંઈક અંશે ઢંકાયેલુ અને કિંઈક અંશે ખુલ્લું હોય છે. નારકી, દેવ અને એકેન્દ્રિયને સંવત્ત, ગર્ભજ જીવોને સંવૃત્ત વિવત્ત અને શેષ જીવો વિવૃત્ત યોનિ હોય છે.