________________
શતક-૧૦ઃ ઉદ્દેશક-૨
[ ૪૮૯]
| २ संवुडस्स णं भंते ! अणगारस्स अवीयीपंथे ठिच्चा पुरओ रूवाई णिज्झायमाणस्स जावतस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, पुच्छा?
गोयमा ! संवुडस्स णं अणगारस्स अवीयीपंथे ठिच्चा जाव तस्स णं इरियावहिया किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहा सत्तमे सए पढमोद्देसए जाव से णं अहासुत्तमेव रीयइ । से तेणटेणं गोयमा ! जाव णो संपराइया किरिया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અવીચિમાર્ગમાં(અકષાય ભાવમાં) સ્થિત સંવૃત્ત અણગારને ઉપર્યુક્ત રૂપોનું અવલોકન કરતા શું ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિક ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! અકષાય ભાવમાં સ્થિત સંવૃત્ત અણગારને ઉપર્યુક્ત રૂપોનું અવલોકન કરતાં ઐર્યાપથિક ક્રિયા લાગે છે પરંતુ સાંપરાયિક ક્રિયા લાગતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થઈ ગયા હોય અર્થાતુ ઉદયાવસ્થામાં ન હોય તેને ઐયંપથિક ક્રિયા લાગે છે, સાંપરાયિક ક્રિયા લાગતી નથી. અહીં શતક-૭/૧માં વર્ણિત- તે સંવૃત્ત અણગાર, સૂત્રાનુસાર જ આચરણ કરે છે; ત્યાં સુધીનું સર્વ વર્ણન કરવું જોઈએ. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે તેને ઐર્યાપથિકી ક્રિયા જ લાગે છે પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં સાંપરાયિકી અને ઐર્યાપથિકી ક્રિયા કોને લાગે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
જેનો કષાયભાવ નાશ થયો ન હોય તેવા સાધક કોઈ પણ ઇન્દ્રિયોના વિષયોને ભોગવે, તો તેને સાંપરાયિક ક્રિયા અને જેનો કષાયભાવ નાશ થયો હોય તેને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે ક્રિયાનો આધાર કષાયભાવ છે. વથી પંથે હિન્દ્રા - ભિન્ન ભિન્ન વ્યુત્પત્તિ અનુસાર તેના ત્રણ અર્થ પ્રાપ્ત થાય છે, યથા-(૧) વિવિ પથે વિ - કષાય માર્ગમાં સ્થિત એટલે કષાય ભાવમાં સ્થિત. (૨) વાવ પથે- “વિચિર” ધાતુ પૃથકુભાવ અર્થમાં હોય છે તેથી અર્થ થાય કે જે યથાખ્યાત ચારિત્રથી પૃથકુભાવમાં અર્થાત્ કષાય સહિતના ચારિત્ર માર્ગમાં વર્તે છે તે. (૨) વિકૃતિપથ- વિકૃતિ માર્ગ અર્થાત્ સરાગતા યુક્ત માર્ગમાં સ્થિત હોય તે. સવીર પંથે – તેના પણ ત્રણ રૂપ અને ત્રણ અર્થ થાય છે, યથા– (૧) અવવિ પથ = અકષાયના માર્ગમાં (૨) વરિ પંથે = યથાખ્યાત સંયમથી અપૃથક માર્ગમાં (૩) વિર પથે = અવિકૃતિરૂપ