________________
[ ૪૮૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૦ : ઉદ્દેશક-ર
સંવૃત્ત અણગાર
સંવૃત્ત અણગારને લાગતી ક્રિયા:| १ रायगिहे जाव एवं वयासी- संवुडस्स णं भंते ! अणगारस्स वीयीपंथे ठिच्चा पुरओ रूवाइंणिज्झायमाणस्स, मग्गओ रूवाइं अवयक्खमाणस्स, पासओ रूवाइं अवलोएमाणस्स, उड्डे रूवाइं आलोएमाणस्स, अहे रूवाइं आलोएमाणस्स तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ संपराइया किरिया कज्जइ ?
गोयमा ! संवुडस्स णं अणगारस्स वीयीपंथे ठिच्चा जाव तस्स णं णो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- संवुडस्स अणगारस्स जाव संपराइया किरिया कज्जइ?
गोयमा ! जस्स णं कोहमाणमायालोभा एवं जहा सत्तमसए पढमोद्देसए जाव से णं उस्सुत्तमेव रीयइ । से तेणढेणं गोयमा! जाव से संपराइया किरिया कज्जइ। ભાવાર્થ – પ્રશ્ન- રાજગૃહનગરમાં યાવત ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! વીચિમાર્ગ (કષાયભાવ) માં સ્થિત થઈને સામેના રૂપોને જોતા, પાછળના રૂપોને જોતા, બંને બાજુના રૂપને જોતા, ઉપરના રૂપને જોતા, નીચેના રૂપને જોતા સંવૃત્ત અણગારને શું ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! વિચિમાર્ગમાં સ્થિત થઈને સામેના, પાછળના, બંને બાજુના, ઉપરના કે નીચેના રૂપોને જોતા સંવત્ત અણગારને ઐર્યાપથિક ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિક ક્રિયા લાગે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન થઈ ગયા હોય અર્થાત્ ઉદયાવસ્થામાં ન હોય તેને જ ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. અહીં શતક-૭૧માં વર્ણિત તે સંવૃત્ત અણગાર, સૂત્ર વિરુદ્ધ આચરણ કરે છે, ત્યાં સુધીનું વર્ણન જાણવું જોઈએ. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે.