________________
શતક–૧૦: ઉદ્દેશક-૨
૪૮૭
શતક-૧૦ : ઉદ્દેશક-ર|
સંક્ષિપ્ત સાર છે
જે
પ્રસ્તુત સૂત્રમાં સંવૃત્ત અને અસંવૃત્ત અણગારને લાગતી ક્રિયા, યોનિ અને વેદનાના ભેદ-પ્રભેદ તેમજ પ્રતિમા આરાધક મુનિની આરાધકતા અને વિરાધકતાનું નિરૂપણ છે. વીચિપથ- કષાય ભાવમાં સ્થિત અણગારને ચારે દિશાઓના રૂપ જોતાં કે અન્ય ઇન્દ્રિય-વિષયોને ભોગવતાં સાંપરાયિક ક્રિયા જ લાગે છે અને અવચિપથ- અકષાય ભાવમાં સ્થિત અણગારને કોઈપણ ઇન્દ્રિયોના વિષયોને ભોગવતાં ઐર્યાપથિક ક્રિયા લાગે છે. ક્રિયાનો આધાર કષાય છે. જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. કર્મોની અનુભૂતિનવેદનને વેદના કહે છે. યોનિ અને વેદનાનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રાનુસાર જાણવાનું કથન છે. ભિક્ષુની બાર પ્રતિમાની આરાધના કરનાર સાધક પાપસ્થાનનું સેવન ન થાય તે માટે સાવધાન જ હોય છે. તેમ છતાં છદ્મસ્થ દશાના કારણે કર્મના ઉદયને આધીન બનીને ક્યારેક અકૃત્ય સ્થાનનું સેવન થઈ જાય, તો તે આલોચના આદિ કરીને, તેના પ્રાયશ્ચિત્ત રૂપ તપનો સ્વીકાર કરી લે તો તે આરાધક બને છે. કોઈપણ પરિસ્થિતિમાં, કોઈ પણ વિચારથી જો તે સાધક આલોચનાદિ ન કરે તો તે આરાધક થતો નથી. પરંતુ તે વિરાધક બને છે.