________________
[ ૪૮૬]
શ્રી ભગવતી સૂત્ર-૩
(૧) સંસ્થાન :- ઔદારિક અને વૈક્રિય શરીર અનેક આકારના હોય છે આહારક શરીરનું સમચતુરસ સંસ્થાન હોય છે. તૈજસ અને કાર્મણ શરીર સૂક્ષ્મ હોવાથી તેનું સ્વતંત્ર કોઈ સંસ્થાન નથી. તે જે શરીર સાથે હોય તેના જેવું તેનું સંસ્થાન થાય છે. (૨) અવગાહના :- ઔદારિક શરીરની અવગાહના જઘ.-અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉ. 1000 યોજન. વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસં. ભાગ, ઉત્કૃષ્ટ પ00 યોજન, ઉત્તર વૈક્રિય શરીરની જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લાખ યોજન; આહારક શરીરની જઘન્ય દેશોન એક હાથ, ઉત્કૃષ્ટ એક હાથ; તૈજસ-કાશ્મણની જઘન્ય અંગુલનો અસં. ભાગ ઉત્કૃષ્ટ લોકાંત પર્યત હોય છે. (૩) પદગલચયઃ- દારિક, તેજસ અને કાર્મણ શરીરી જીવો છ દિશામાંથી અને વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર, પાંચ દિશામાંથી મુગલ ગ્રહણ કરે છે. વૈક્રિય અને આહારક શરીરી જીવો નિયમતઃ છ દિશામાંથી પુદ્ગલ ગ્રહણ કરે છે. કારણ કે તે ત્રસનાડીમાં જ હોય છે. (૪) સંયોજન :- ઔદારિક શરીરમાં વૈક્રિય અને આહારકની ભજના, તૈજસ અને કાર્પણની નિયમા. વૈક્રિય શરીરમાં દારિકની ભજના, આહારક ન હોય, તૈજસ અને કાર્પણની નિયમા. આહારક શરીરમાં વિક્રિય શરીર નહોય, ઔદારિક, તૈજસ, કાર્મણની નિયમો. તૈજસ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના, કાર્પણની નિયમા. કાર્પણ શરીરમાં દારિક, વૈક્રિય, આહારકની ભજના, તેજસ શરીરની નિયમા હોય છે. (૫) દ્રવ્યાર્થીની અપેક્ષાએ અલ્પબહત્વ - સર્વથી થોડા આહારક શરીર જઘન્ય ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ અનેક હજાર, તેનાથી વૈક્રિય શરીર અસંખ્યાતગુણા, તેનાથી ઔદારિક શરીર અસંખ્યાત ગુણા, તેનાથી તૈજસ અને કાર્પણ શરીર પરસ્પર તુલ્ય અને અનંતગુણા છે. () પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પબદુત્વઃ- સર્વથી થોડા આહારકના પ્રદેશ, તેનાથી વૈક્રિય શરીરના પ્રદેશ અસંખ્યાત ગુણા, તેનાથી ઔદારિક શરીરના પ્રદેશ અસંખ્યાતગુણા, તેનાથી તૈજસ શરીરના પ્રદેશ અનંતણા, તેનાથી કાર્પણ શરીરના પ્રદેશ અનંતગુણા છે. (૭) દ્રવ્યાર્થ પ્રદેશાર્થની અપેક્ષાએ અલ્પબહુત્વઃ- સર્વથી થોડા આહારક શરીર, તેનાથી વૈક્રિય અને ઔદારિક શરીર ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી આહારક શરીરના પ્રદેશ અનંતગુણા, તેનાથી વૈક્રિય અને ઔદારિક શરીરના પ્રદેશ ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી તૈજસ અને કાર્પણ શરીરના દ્રવ્ય અનંતગુણા, તેનાથી તૈજસ અને કાર્પણ શરીરના પ્રદેશ ક્રમશઃ અનંતગુણા છે. (૮) સુમની અપેક્ષાએ અલ્પબહત્વઃ- સર્વથી સ્થૂલ ઔદારિક ના પુદ્ગલ, તેનાથી વૈક્રિય શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેનાથી આહારક, તૈજસ અને કાર્પણ શરીરના પુદ્ગલ ક્રમશઃ સૂક્ષ્મ સૂક્ષ્મ છે. વિસ્તૃત વિવેચન માટે જુઓ- શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-પદ-૨૧.
છે શતક-૧૦/૧ સંપૂર્ણ છે