________________
શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં ધીરૂભાઈને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનદ્ સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ, આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દ્રઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા ભાગ્યવંતાબાઈ સાધના સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા નિર્મિત રોયલ પાર્ક સ્થા. મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું.
આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું.
પ્રિય પાઠકો! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ નિખ – રવામિ सव्वजीवाणं ।
વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના
પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના
સુશિષ્યા - આર્યાલીલમ.
50