________________
શતક–૧૦: ઉદ્દેશક-૧
[ ૪૮૩ ]
આગ્નેયી દિશાની સમાન છે અને અજીવોનું કથન ઐન્દ્રી દિશામાં કથિત અજીવોની સમાન છે. આ જ રીતે તેમા- અધોદિશાનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે તમા દિશામાં અરૂપી અજીવોના છ ભેદ છે. કારણ કે તેમાં અદ્ધા સમય(કાલ) નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિદિશા શેનાથી વ્યાપ્ત છે તે વિષયને સ્પષ્ટ કર્યો છે. આગ્નેયી આદિ વિદિશા જીવ રૂપ નથી. કારણ કે સર્વ વિદિશાઓ એક પ્રદેશી જ છે. જીવનો ઘનાકાર અસંખ્યાત પ્રદેશી શ્રેણી પર રહેવાનો સ્વભાવ છે તેથી એક આકાશપ્રદેશી શ્રેણી પર જીવ રહી શકતો નથી. પરંતુ વિદિશામાં કોઈપણ
જીવના દેશ અને પ્રદેશ હોય છે. વિદિશામાં જીવ દેશ સંબંધી ભગ - એકેન્દ્રિય જીવો સર્વલોકમાં વ્યાપ્ત હોવાથી આગ્નેયી દિશામાં એકેન્દ્રિયના દેશ તો નિયમતઃ હોય છે. પરંતુ બેઇન્દ્રિયાદિ જીવ અલ્પ હોવાથી ક્યાંક એક અને ક્યાંક અનેક બેઇન્દ્રિયના દેશ હોય છે. તેથી તેમાં અસંયોગી અને દ્વિસંયોગી ભંગ થાય છે. યથા- અસંયોગીનો એક ભંગ થાય (૧) એકેન્દ્રિય જીવના બહુદેશ હોય.
ક્રિકસંયોગીના ત્રણ ભંગ થાય, યથા– (૧) એકેન્દ્રિયોના દેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયોના દેશ અને એક બેઇન્દ્રિયના અનેક દેશ (૩) એકેન્દ્રિયોના દેશ અને અનેક બેઇન્દ્રિયોના અનેક દેશ.
આ રીતે તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિષ્ક્રિય સાથે ક્રિકસંયોગી ત્રણ-ત્રણ ભંગ થાય. તેથી દ્વિસંયોગી પ૪૩ = ૧૫ + અસંયોગીનો એક ભંગ = ૧૬ ભંગ થાય છે. વિદિશામાં જીવ પ્રદેશ સંબંધી ભંગ :- પ્રદેશના વિષયમાં અસંયોગીનો એક ભંગ થાય. યથા– (૧) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ હોય.
દ્વિસંયોગી બે ભંગ થાય. પ્રદેશના વિષયમાં પ્રથમ ભંગ થતો નથી કારણ કે એક પ્રદેશી વિદિશામાં કોઈ પણ જીવ હોય તો તેના અસંખ્ય પ્રદેશ જ હોય. એક પ્રદેશ કદાપિ હોતો નથી.
- કેવળી સમુઘાતની લોક પૂરણ અવસ્થામાં લોકાકાશના એક પ્રદેશ પર અનિદ્રિય જીવનો એક પ્રદેશ હોય છે પરંતુ સંપૂર્ણ આગ્નેયી દિશામાં તેવા અસંખ્ય આત્મપ્રદેશો અવગાઢ થઈ જાય છે, તેથી આગ્નેયી આદિ કોઈ પણ વિદિશામાં જીવના એક-એક પ્રદેશ હોતા નથી, તેથી દ્વિસંયોગી પ્રથમ ભંગ થતો નથી. શેષ બે ભંગ થાય છે. યથા– (૧) એકેન્દ્રિયોના પ્રદેશ અને એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ (૨) એકેન્દ્રિયોના પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ. આ રીતે તેઇન્દ્રિયથી અનિન્દ્રિય પર્યતના જીવો સાથે દ્વિસંયોગી બે ભંગ થાય તેથી પ૪૨ = ૧૦ ભંગ + અસંયોગી એક ભંગ = ૧૧ ભંગ થાય છે. આ રીતે ચારે વિદિશાઓનું કથન સમજવું. વિદિશામાં અજીવ દ્રવ્યના ૧૧ ભેદ - તેમાં અરૂપી અજીવના સાત ભેદ (૧-૬) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ (૭) કાલ. રૂપી અજીવના ચાર ભેદ– સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. આ રીતે અજીવ દ્રવ્યના કુલ ૧૧ ભેદ હોય છે.