________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આગ્નેયી દિશા શું જીવરૂપ છે, જીવદેશ રૂપ છે અથવા જીવ પ્રદેશરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
૪૮૨
ઉત્તર– હે ગૌતમ ! તે જીવરૂપ નથી, જીવના દેશરૂપ છે, જીવના પ્રદેશરૂપ છે તથા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે અને અજીવના પ્રદેશરૂપ પણ છે.
તેમાં જીવના જે દેશ છે તે[અસંયોગી ભંગ]– (૧) નિયમતઃ એકેન્દ્રિયજીવોના દેશ છે.[દ્ધિસંયોગી ભંગ]– (૧) એકેન્દ્રિયોના બહુદેશ અને બેઇન્દ્રિયનો એક દેશ છે (૨) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયના બહુદેશ છે (૩) એકેન્દ્રિયોના બહુ દેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુદેશ હોય છે. (આ ત્રણ ભંગ દ્વિસંયોગી થાય છે) આ રીતે એકેન્દ્રિયોના બહુદેશ અને તેઇન્દ્રિયનો એક દેશ છે વગેરે તેઇન્દ્રિયની સાથે પણ ત્રણ ભંગ થાય છે. આ રીતે ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય સાથે પણ ત્રણ-ત્રણ ભંગ થાય છે.
તેમાં જીવના જે પ્રદેશ છે, તે નિયમા[અસંયોગી ભંગ] (૧) એકેન્દ્રિયોના પ્રદેશ છે.[દ્ધિસંયોગી ભંગ]– (૧) એકેન્દ્રિયોના બહુપ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ છે (૨) એકેન્દ્રિયોના બહુ પ્રદેશ અને અનેક બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ છે. આ રીતે સર્વત્ર પૂર્વોક્ત દ્વિસંયોગી ના ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગને છોડીને બે-બે ભંગ જાણવા જોઈએ. અનિન્દ્રિય સુધી આ જ રીતે દ્વિસંયોગી બે-બે ભંગ થાય છે.
અજીવના બે ભેદ છે. યથા–રૂપી અજીવ અને અરૂપી અજીવ. તેમાં જે રૂપી અજીવ છે, તેના ચાર પ્રકાર છે, યથા– સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ પુદ્ગલ. અરૂપી અજીવના સાત પ્રકાર છે. ધર્માસ્તિકાય નથી, (૧-૨) પરંતુ ધર્માસ્તિકાયનો દેશ અને પ્રદેશ છે, તે જ રીતે અર્ધમાસ્તિકાય નથી, (૩-૪) અધર્માસ્તિકાયનો દેશ અને પ્રદેશ છે. આકાશાસ્તિકાય નથી, (૫-૬) આકાશાસ્તિકાયનો દેશ અને પ્રદેશ છે અને (૭) અહ્લાસમય કાલ છે. (વિદિશાઓમાં જીવ નથી તેથી સર્વત્ર દેશ, પ્રદેશ વિષયક ભંગ થાય છે). ८ जमा णं भंते ! दिसा किं जीवा ?
जहा इंदा तहेव णिरवसेसा । णेरई य जहा अग्गेयी । वारुणी जहा इंदा। वायव्वा जहा अग्गेयी । सोमा जहा इंदा । ईसाणी जहा अग्गेयी । विमलाए जीवा जहा अग्गेयीए; अजीवा जहा इंदा । एवं तमाए वि, णवरं अरूवी छव्विहा, अद्धासमयो ण भण्णइ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! યમા(દક્ષિણ) દિશા શું જીવરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ઐન્દ્રી દિશાની સમાન જાણવું જોઈએ. નૈૠતી વિદિશાનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. વારુણી-પશ્ચિમ દિશાનું કથન ઐન્દ્રીદિશાની સમાન છે. વાયવ્યવિદિશાનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. સૌમ્યા-ઉત્તર દિશાનું કથન ઐદિશાની સમાન છે, ઐશાની વિદિશાનું કથન આગ્નેયી વિદિશાની સમાન છે. વિમલા(ઊર્ધ્વ) દિશામાં જીવોનું કથન