________________
૪૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
છે. તેમ છતાં તેની સાથે તે ક્ષેત્રાવગાઢ અન્ય પુગલોનું ગ્રહણ અને ત્યાગ થાય છે. તેથી જ સૂત્રકારે પૃથ્વીકાય આદિ પાંચે સ્થાવરની શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં પાંચે સ્થાવર જીવોના ગ્રહણ અને ત્યાગનું કથન અને તનિમિત્તક ક્રિયાનું કથન કર્યું છે.
જેમ કે કોઈ પણ વૃક્ષનું મૂળ પૃથ્વી રૂપ રસને ગ્રહણ કરે છે. તે વૃક્ષના પત્ર, પુષ્પ વગેરે મૂળરૂપ વનસ્પતિએ ગ્રહણ કરેલા રસને ગ્રહણ કરે છે. અર્થાત્ એક વનસ્પતિ સાથે સંબંધિત અન્ય વનસ્પતિ તેના રસને ગ્રહણ કરે છે. તે રીતે પૃથ્વીકાય જીવની શ્વાસોચ્છવાસની ક્રિયામાં તે જ ક્ષેત્રાવગાઢ રહેલા અન્ય પૃથ્વીકાયિક જીવોનું ગ્રહણ થાય છે.
જેમ કોઈ વ્યક્તિએ કર્પરાદિ સુગંધી દ્રવ્યો આહારમાં ગ્રહણ કર્યા હોય તો તેના નિઃશ્વાસમાં કર્પરાદિની ગંધ આવે છે. તે રીતે જે જીવોને શ્વાસમાં ગ્રહણ કર્યા હતા, તે જીવોને નિશ્વાસમાં બહાર કાઢે છે. આ રીતે પાંચે સ્થાવરમાં જે જીવો પરસ્પર સંબંધિત હોય, એક ક્ષેત્રાવગાઢ હોય તેને શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસ રૂપે છોડે છે. પાંચે સ્થાવરનો પરસ્પર સંબંધ કરતાં પાંચ સ્થાવરના ર૫ સૂત્રો થાય છે.
શ્વાસોશ્વાસ સમયે લાગતી ક્રિયા :१२ पुढविक्काइए णं भंते ! पुढविक्काइयं चेव आणममाणे वा, पाणममाणे वा, उससमाणे वा, णीससमाणे वा कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ અન્ય પૃથ્વીકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે અને છોડે તો તેને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. |१३ पुढविक्काइए णं भंते ! आउक्काइयं आणममाणे वा जाव कइ किरिए ?
गोयमा ! एवं चेव; एवं जाव वणस्सइकाइयं । एवं आउक्काइएण वि सव्वे वि भाणियव्वा । एवं तेउ वाउ वणस्सइकाइएण वि सिय तिकिरिए, सिय चउकिरिए सिय पंचकिरिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપૂકાયિક જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસરૂપે ગ્રહણ કરતાં અને છોડતાં પૃથ્વીકાયિક જીવને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર-હે ગૌતમ! પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે તેઉકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકની સાથે પણ કથન કરવું જોઈએ. આ જ રીતે અપ્લાયિક જીવોની સાથે પૃથ્વીકાયિક આદિ સર્વનું કથન કરવું