________________
શતક-૯: ઉદ્દેશક-૩૪ .
[ ૪૭૧]
જોઈએ. આ જ રીતે તેઉકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું કથન કરવું જોઈએ. તે જીવોને કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કરતા પાંચ સ્થાવરના જીવોને કેટલી ક્રિયા લાગે છે, તે વિષયનું પ્રતિપાદન છે.
પૃથ્વીકાયિક આદિ જીવને શ્વાસોચ્છવાસ રૂપમાં ગ્રહણ કરતાં અને છોડતાં, જ્યાં સુધી તે જીવને પીડા ન થાય ત્યાં સુધી કાયિકી આદિ ત્રણ ક્રિયા, જ્યારે તે જીવને પીડા ઉત્પન્ન થાય ત્યારે પારિતાપનિકી સહિત ચાર ક્રિયા અને જ્યારે તે જીવનો વધ થાય ત્યારે પ્રાણાતિપાતિકી સહિત પાંચ ક્રિયા લાગે છે. વાયુકાયને વૃક્ષ સંબંધી ક્રિયા - १४ वाउक्काइए णं भंते ! रुक्खस्स मूलं पचालेमाणे वा पवाडेमाणे वा कइ-किरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए; एवं कंद जाव बीयं पचालेमाणे सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ શબ્દાર્થ -પવાનેમાને કંપાવતાં પવાડેમા = પાડતાં. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વૃક્ષ અને મૂળને કંપાવતા અને પાડતા વાયુકાયિક જીવને કેટલી ક્રિયા લાગે છે ?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિતુ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. આ રીતે કંદથી બીજપર્વતના વિષયમાં જાણવું જોઈએ કે તે જીવોને કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વાયુકાયિક જીવને લાગતી ક્રિયાનું નિરૂપણ છે.
સકષાયી જીવો માટે ક્રિયા લાગવાનો નિયમ સર્વત્ર સમાન છે. તે જીવોને ઓછામાં ઓછી ત્રણ ક્રિયા લાગે છે. જો તે ક્રિયાથી અન્ય જીવોને પરિતાપ પહોંચે તો ચાર ક્રિયા અને તે ક્રિયાના નિમિત્તથી અન્ય જીવનું મૃત્યુ થાય તો પાંચ ક્રિયા લાગે છે.
આ નિયમાનુસાર સૂત્રમાં વૃક્ષના મૂળને કંપાવતા કે પાડતા વાયુકાયિક જીવને ત્રણ, ચાર કે પાંચ