________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ઋષિના ઘાતક પુરુષ અનંત જીવોનો ઘાતક હોય છે. તેનું કારણ એ છે કે ઋષિ અવસ્થામાં તે સર્વવિરત હોવાથી અનંત જીવોના રક્ષક હોય છે પરંતુ તેના મૃત્યુ પછી તે અવિરત થઈને અનંત જીવોના ઘાતક બને છે. (૨) જીવિત અવસ્થામાં તે ઋષિ અનેક પ્રાણીઓને પ્રતિબોધ આપે છે. તે પ્રતિબોધને પામીને, અનેક જીવો ક્રમશઃ મોક્ષમાં જાય છે અને તે મુક્ત જીવ અનંત જીવોના અઘાતક બને છે. આ રીતે ઋષિ અનંત જીવોની રક્ષામાં કારણ છે, તેથી ઋષિનો ઘાતક પુરુષ અનંત જીવોનો ઘાતક બને છે.
૪
ઘાતક વ્યક્તિને વેરસ્પર્શ :– પુરુષને મારનાર વ્યક્તિને માટે વેર સ્પર્શના ત્રણ ભંગ બને છે. (૧) તે નિશ્ચિતરૂપે પુરુષ વેરથી સ્પષ્ટ થાય છે (૨) પુરુષ વેરથી અને અન્ય એક નોપુરુષ વેરથી સ્પષ્ટ થાય છે (૩) પુરુષ વેરથી અને અન્ય અનેક નોપુરુષ વેરથી સ્પષ્ટ થાય છે. હાથી, અશ્વ, ચિત્તા આદિ સર્વના વધમાં પણ આ ત્રણ ભંગ થાય છે.
અને ઋષિ ઘાતક માટે એક ત્રીજો ભંગ જ સંભવિત છે. તે ઋષિ વેરથી અને અન્ય અનેક નોઋષિ વેરથી સ્પષ્ટ થાય છે.
એકેન્દ્રિય જીવ અને શ્વાસોચ્છવાસ :
७ पुढविक्काइए णं भंते ! पुढविक्काइयं चेव आणमइ वा, पाणमइ वा, લક્ષદ્ વા, સલફ વા ?
हंता, गोयमा ! पुढविक्काइए पुढविक्काइयं चेव आणमइ वा जाव णीससइ वा ।
શબ્દાર્થ:- આગમઽ પાપમ ્ = આપ્યંતર શ્વાસ-ઉચ્છ્વાસ લે છે અને છોડે છે. લસદ્ ખીલસર્ = બાહ્ય શ્વાસ-ઉચ્છ્વાસ લે છે અને છોડે છે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ, આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છ્વાસના રૂપમાં પૃથ્વીકાયિક જીવોને ગ્રહણ કરે છે અને છોડે છે ?
ઉત્તર-હા ! ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ, આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છ્વાસના રૂપમાં પૃથ્વીકાયિક જીવોને ગ્રહણ કરે છે અને છોડે છે.
८ पुढविक्काइए णं भंते ! आउक्काइयं आणमइ जाव णीससइ वा ? हंता, गोयमा ! पुढविक्काइए आउक्काइयं आणमइ जाव णीससइ वा; एवं तेडक्काइयं, वाउक्काइयं, वणस्सइकाइयं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ, આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છ્વાસ રૂપે અપ્નાયિક જીવોને ગ્રહણ કરે છે અને છોડે છે ?