________________
શતક—૯ : ઉદ્દેશક-૩૪
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કોઈ પુરુષ ઋષિને મારતાં, ઋષિને જ મારે છે કે નોૠષિ(ઋષિ સિવાયના અન્ય જીવો)ને પણ મારે છે ?
ઉત્તર- હે ગૌતમ ! તે ઋષિને પણ મારે છે અને નોૠષિને પણ મારે છે.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મારનાર પુરુષના મનમાં એ પ્રકારનો વિચાર હોય છે કે ‘હું એક ૠષિને મારું છું.’ પરંતુ તે જીવ ઋષિ સિવાયના અન્ય અનંત જીવોને મારે છે, તેથી પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે.
૪૭
५ पुरिसे णं भंते ! पुरिसं हणमाणे किं पुरिसवेरेणं पुट्ठे, णोपुरिसवेरेणं पुट्ठे ?
गोयमा ! णियमं ताव पुरिसवेरेणं पुट्ठे, अहवा पुरिसवेरेण य णोपुरिसवेरेण य पुट्ठे अहवा पुरिसवेरेण य णोपुरिसवेरेहि य पुट्ठे; एवं आसं जाव चित्तलगं । जाव अहवा चित्तलगवेरेण य णोचित्तलगवेरेहि य पुट्ठे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પુરુષને મારતા કોઈ વ્યક્તિ, શું પુરુષના વેરથી સૃષ્ટ થાય છે કે નોપુરુષવેરથી સૃષ્ટ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) નિશ્ચિતરૂપે તે પુરુષવેરથી સ્પષ્ટ થાય છે (૨) પુરુષવેરથી અને એક નોપુરુષ વેરથી સ્પષ્ટ થાય છે (૩) પુરુષવેરથી અને અનેક નોપુરુષવેરથી સ્પષ્ટ થાય છે. આ રીતે અશ્વ યાવત્ ચિત્તાના વિષયમાં પણ જાણવું જોઈએ. યાવત્ ચિત્તાના વેરથી અને અનેક નોચિત્તાના વેરથી સ્પષ્ટ થાય છે.
६ पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिवेरेणं पुट्ठे, णोइसिवेरेणं पुट्ठे ? गोयमा ! णियमं ताव इसिवेरेण य णोइसिवेरेहि य पुट्ठे ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઋષિને મારતાં, કોઈ પુરુષ, શું ૠષિ વેરથી સ્પષ્ટ થાય છે કે નોઋષિવેરથી સ્પષ્ટ થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે નિશ્ચિતરૂપે ઋષિ વેરથી અને અનેક નોૠષિ વેરથી સૃષ્ટ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાણીઘાતનો સાપેક્ષ સિદ્ધાંત નિરૂપિત છે.
કોઈ પુરુષ અન્ય પુરુષને મારે છે, ત્યારે કેવળ તેનો જ વધ કરે છે અને ક્યારેક તેની સાથે અન્ય એક જીવ કે અન્ય અનેક જીવોનો પણ વધ થાય છે. આ ત્રણ ભંગ બને છે. કારણ કે તે પુરુષને આશ્રિત જૂ, લીખ, કૃમિ આદિ અનેક જીવોનો વધ ક્યારેક થાય છે અને ક્યારેક થતો નથી. પુરુષ શબ્દ અહીંયા 'મનુષ્ય' અર્થમાં પ્રયુક્ત
થયેલ છે.