________________
કેટલાં જન્મ મરણ કર્યા હશે? હવે તો મને કંટાળો આવે છે. આ લોક કેટલો મોટો છે?
[ભગવતીમૈયા] શાબાશ કુમારો શાબાશ ! આ લોક બહુ મોટો, અસંખ્ય કોટાકોટિ યોજન લંબાઈ-પહોળાઈવાળો છે. તેમાં એક પણ પ્રદેશ એવો નથી કે જેમાં આપણો આત્મા ઉત્પન્ન થયો ન હોય. તેના માટે બકરીઓના વાડાનું દાંત આપ્યું છે. તેનો વિચાર વિમર્શ ધર્મધ્યાનપૂર્વક ઉદ્દેશક ખોલીને કરશું. પ્રયોગઃ ૮ઃ- [કુમારો] મૈયા! આ દુનિયા ગજબની છે. ગોળ ગોળ છે. તેમાંથી ક્યારે નીકળાય? તેના ઉપાય શું?
[ભગવતીમૈયા કુમારો ! ગભરાય ન જાઓ. રાગદ્વેષના પરિણામ ભયંકર છે. તેને છોડી દેવામાં આવે કે તુર્તજ મોક્ષ. જુઓ, દેવ તો કેટલી મોટી સ્થિતિવાળા છે. ત્યાં પણ તેઓ જો દ્વેષ કરે તો સર્પની યોનિમાં ઉત્પન્ન થાય. ત્યાં તેની અર્ચના પૂજા વગેરે થાય. કોઈક દેવ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો તે વૃક્ષ પણ પૂજાય. કોઈ દેવ પોતાના મણિરત્નમાં રાગથી મૂછિત થાય અને તે મણિમાં ઉત્પન્ન થઈ જાય. તે જીવો કમેના ક્ષયોપશમે મનુષ્યભવ પામી રાગદ્વેષ છોડી મોક્ષે ચાલ્યા જાય છે. ફક્ત સમજણ આવી જવી જોઈએ. આ છે રાગદ્વેષને છોડવાનું પરિણામ.
આ જ રીતે તિર્યંચ ગતિના જીવો સિંહ, વાઘ, વાનર વગેરે નરકમાં જાય. પરિણામ સુધારી લે તો મોક્ષ પામી જાય. એક માનવ ભવમાં જ તાકાત છે, કર્મક્ષય કરી મોક્ષમાં જવાની. કુમારો ! આપણે જ કર્મ બાંધ્યા છે અને આપણે જ છોડવાના છે. કુમારોએ સ્વીકાર કરીને કહ્યું– ધન્ય જિનવરવાણી, મૈયા ! તમોએ અમને સમજાવી. પ્રયોગઃ ૯ઃ- [કુમારો] મૈયા! માનવભવ મહાન છે. તો તે મનુષ્યને કોઈ દેવ કેમ કહેતા નથી? ફક્ત દેવલોકના દેવને જ દેવ કહે છે?
મૈયા પ્રમોદિત બનીને કહે છે– વાહ કુમારો વાહ! તમારી શંકા સહિતની જિજ્ઞાસાને ધન્યવાદ છે. તમને જે જાણવાની ભાવના છે, તે જ વાત આ ઉદ્દેશકમાં છે.
આ ઉદ્દેશકમાં પાંચ પ્રકારના દેવ કહ્યા છે. તેમાંથી તીર્થકર ભગવાન દેવાધિદેવ કહેવાય છે. ચક્રવર્તી નરદેવ કહેવાય છે. સાધુ ભગવંત ધર્મદેવ કહેવાય છે.
મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવો જે વ્રત, જપ, તપ કરે તે ભાવિમાં દેવ થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે અને દેવલોકમાં ઉત્પન્ન થઈને દેવગતિનું નામ ગોત્ર વેદે છે, તે ભાવદેવ કહેવાય છે.
47