________________
1
( 5.
પછી બેમાંથી ત્રણ-ચાર-પાંચ યાવત્ અનંતાનંત જોડાઈ સ્કંધ રૂપ બની જાય છે. આ જગત સર્જન-વિસર્જન વિષમવાદમાં વર્ગણાઓ ઊભી કરે છે અને જીવ તેને ખેંચી શરીર બનાવે છે. તેનું નિરીક્ષણ આ ઉદ્દેશકને ખોલી દર્શાવું છું. તમે શાંતિથી સાંભળો, અવધારણ કરો. જીવ સહિત પૂર્ણ જગત પુદ્ગલ પરાવર્તનમાં વીંટળાઈને પરિભ્રમણ કરે છે. તે તેનો મર્મ છે. પ્રયોગઃ ૫:- આ પ્રયોગમાં કુમારો! રૂપી-અરૂપી જીવ અને કર્મની વચ્ચે ધમાચકડી છે.ચોથા પ્રયોગમાં વર્ગણાની (પુદ્ગલ પરાવર્તનની) વાત વિચારી. જીવનું શરીર બંધાયા પછી પણ આનંદઘન ચૈતન્યમાં કોઈ ફેરફાર કરી શકતા નથી.
પરંતુ તેના સ્વરૂપને ઢાંકી પોત પોતાના જાતિભાઈની સાથે લડાઈ જામે છે. પુદ્ગલનો બૂરખો ઓઢી જીવ ફરે છે અને બીજા બૂરખા ઓઢેલા લોકોની સાથે પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાનકથી સામગ્રી એકઠી કરી આઠ કર્મ રૂપે બાંધે છે. તે સર્વમાં અર્થ ગુણ પર્યાયમાં ફસાઈ જાય છે, વિવિધ જગ્યા પર ફરવા જાય છે. તેમાં કેટલાં વર્ણ-ગંધાદિ લાગે; તેના ભાંગા જ્ઞાનોપયોગે ઉદ્દેશકમાં જોઈ લેશો. તે ગણિત જીવની એકાગ્રતા લાવશે અને તેમાંથી અમૃત એવો આત્મા લાધશે. તેની પ્રાપ્તિ માટે આ ગણિતાનુયોગનો અભ્યાસ કરવો જોઈએ. જીવ અરૂપી છે. તે રૂપીની સાથે રહે છે. પરંત તે પદગલિક જગત રૂપે બની જતો નથી. જેટલાં પ્રમાણમાં આત્મા તરફ લક્ષ રહે અને વિરતિના ભાવ ભજે, જેટલા પ્રમાણમાં આત્મના ભાવ વિકસે તેટલા પ્રમાણમાં કર્મ ક્ષય થાય. આ પૂર્ણ લોક જોઈ લેવાનો અને તેનાથી વિરતિભાવ કેળવવાનો છે. બાકી ચાર ગતિ, ચોવીસડક, ૮૪ લાખ જીવાયોનિમાં રખડવું પડે છે. પ્રયોગ :- [વિષય કુમાર] મૈયા! આ આપણી ઉપરના આકાશમાં રહેલા પેલા આભલાઓ અને તેના સાથીદાર ચંદ્ર છે; તેને કોણ રાહુ ગ્રસે છે? આ બધું શું છે?
[ભગવતી મૈયા] કુમારો ! આ જ્યોતિષી દેવોનું વિજ્ઞાન છે. રાહુ ગ્રસે છે એમ લોકો કહે છે. તે મિથ્યા કહે છે. રાહુ તો ખરેખર એક મહર્તિક-મહાસુખી દેવ છે. ઉત્તમ વસ્ત્રાદિમાળા ધારણ કરનાર છે. તેના નવ નામ છે. તે રાહુ દેવના પાંચ વર્ણવાળા પાંચ વિમાન છે. તેમાં રહીને તે દેવ ફર્યા જ કરે છે. તેનો ઈતિહાસ આ ઉદ્દેશક ખોલીને જોવો, તેની પણ એક દુનિયા અજાયબી ભરેલી છે. કુમારોએ મૈયાની વાત એકાગ્ર ચિત્તથી સાંભળી તેથી તેનું સમાધાન થઈ ગયું. પ્રયોગઃ ૭ઃ- [કષાયકુમાર) મૈયા! આ બધા જુદાં જુદાં લોકમાં ફરી ફરીને આપણે
46