________________
જ સમયે પ્રભુએ કહ્યું– દેવાનુપ્રિયો ! કર્મ બાંધશો નહીં. શંખે ઘણું જ સુકાર્ય કર્યું છે. તેમણે સફળ આરાધના કરી છે. પ્રભુની વાત સાંભળી સર્વેએ શંખશ્રાવક પાસે ખમત ખામણા કર્યા. ગૌતમ સ્વામીના પૂછવાથી ત્રણ જાગરિકાનું સ્વરૂપ પ્રભુએ આ પ્રમાણે દર્શાવ્યું. સર્વજ્ઞ-સર્વદર્શી બુદ્ધજાગરિકાથી જાગતા હોય છે. અણગાર અબુદ્ધજાગરિકાથી જાગતા હોય છે અને શ્રાવકો સુદ— જાગરિકાથી જાગે છે. ત્યાર બાદ શંખ શ્રાવકે પ્રભુને કષાયવિષયક પ્રશ્ન કર્યો. જવાબ મળ્યો કે કષાય કરવાથી જ્ઞાનાવરણ, મોહનીયાદિ સાતકર્મ તગડા બને છે, માટે કષાય કરવા નહીં. ભવભીરું શ્રાવકોએ આલોચના કરી, પ્રેમની ગંગા વહેડાવી. આવી છે પ્રભુની દેશના. તાત્પર્ય એ જ લેવાનું છે કે કોઈની વાત સાંભળી કોઈને માટે મિથ્યા અભિનિવેશ ન બંધાઈ જાય તેની કાળજી રાખવી. પ્રયોગઃ ૨ઃ- [ભગવતી મૈયા] કુમારો ! આ પ્રયોગ કર્મ જગતનો છે. ૧૮ પ્રકારના મોહરાજાના સંબંધ છે. જેમ કે માતા પુત્ર, દોહિત્ર, પ્રપૌત્ર વગેરે.
પ્રભુ મહાવીરના સંતોની શય્યાતરી જયંતી શ્રાવિકા કૌશાંબી નગરીના હતા. તે નગરીમાં સહસાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રી મૃગાવતી દેવીનો પુત્ર અને જયંતીબાઈ શ્રાવિકાનો ભત્રીજો ઉદાયન રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં પ્રભુ પધાર્યા. નણંદ ભોજાઈ (જયંતી-મૃગાવતી) દર્શનાર્થ ગયા. જયંતી શ્રાવિકાએ જીવ ભારે કર્મી કેમ થાય છે? ત્યાંથી લઈને અનેક અદ્ભુત લચકતા પ્રશ્નો કર્યા છે. પ્રભુએ પણ શંકાનાશક ઉત્તરોની મંદાકિની વહાવી છે. હે કુમારો!તે મંદાકિનીમાં સ્નાન કરવા આપણે ત્યાં જવું પડશે, પ્રકરણ ખોલી આત્માનો આનંદ માણશું. આખરમાં જયંતી શ્રાવિકા ઉત્તર સાંભળી સંસારથી ઉદાસીન બની ગયા, દીક્ષા ધારણ કરી, કર્મક્ષય કરી મોક્ષ પામી ગયા. પ્રયોગઃ ૩ઃ- [ભગવતી મૈયા] કુમારો ! કર્મજગત જેને ગમે છે, તેને નરક પૃથ્વીમાં જવું પડે છે. આ પ્રયોગ તે પૃથ્વીના નામ–ગોત્ર અર્થગુણ દર્શાવે છે. તે વાંચીને જાણી લેવા. પ્રયોગઃ ૪ઃ- [કુમારો] અહોમૈયા! આખુ પદ્ગલિક જગત કેવી રીતે રચાયું હશે?
[ભગવતી મૈયા) ચાલો કુમારો ! આજે તમને તેનું જ્ઞાન કરાવું.
પરમાણુ પોતે સ્વાભાવિક પુદ્ગલ દ્રવ્ય છે. તેવા અનંત અનંત પરમાણુ દ્રવ્ય છે. તેનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ ગુણો છે. જ્યારે પરમાણુ-પરમાણુ સ્પર્શથી આકર્ષાય ત્યારે બંને મળીને સંબંધ જોડે છે. ત્યારે તેનો સ્વભાવ છૂટી વિભાવ ભાવવાળા બને છે.
45