________________
મહાત્માને સત્ય રાહ દેખાડવા ચખુદયાણે ભગવાન મહાવીર પધાર્યા. તે પુદ્ગલ પરિવ્રાજકને પોતાના જ જ્ઞાનમાં શંકા થઈ, જ્ઞાન નષ્ટ થયું અને પ્રભુ પાસે પહોંચી ગયા. દેશના સાંભળી બોધ પામ્યા; દીક્ષા લીધી; કર્મક્ષય કરી અવ્યાબાધ સુખને વરી ગયા. આ રીત છે કર્મ સંગ્રામ ખેલવાની અને કર્મક્ષય કરવાની. આ રીતે જે કર્મજંગ ખેલે તેનો જય થાય, શાશ્વત સુખ પામે છે. બંને કુમારો ગદગદિત થઈ, વીરના શાસનને નમી પડ્યા, જૈનમ્ જયતિ શાસનમ્ બોલી ઊઠ્યા. બંને કુમારો આગાર-અણગાર ધર્મની પ્રક્રિયાનો પ્રયોગ સાંભળી પ્રભાવિત થયા. આ પ્રયોગ અમે પણ કરીએ તેવી તમન્ના સેવવા લાગ્યા.
| શતક બારમું પ્રયોગઃ ૧ઃ- [ભગવતી મૈયા] કુમારો! આ પ્રયોગ અગિયારમાં પૌષધવ્રત વિષયક છે. તેની સાધના ચાર પ્રકારે કરાય છે. તે સાધના આ ઉદ્દેશકમાં બતાવી છે. આ શતકમાં દસ પ્રયોગ છે. તે પૈકીનો આ પ્રથમ છે.
પ્રભુ શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાં પધાર્યા. શંખ-પોખલી વગેરે શ્રાવકો દર્શનાર્થ આવ્યા; દેશના સાંભળી. શ્રમણોપાસકોના દિલ દ્રવિત થયા. દયાળુતાની ઉત્કૃષ્ટ ભાવના જાગતા સાથે મળી; એક વખત ભોજન કરી પાક્ષિક પૌષધ કરીએ, તેમ નિર્ણય થયો. સૌ પોતપોતાના ઘેર જવા છુટા પડ્યા; નિર્ધારિત સમયે ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવી પૌષધ વ્રતની આરાધના કરવા લાગ્યા. ભોજનનો સમય થતાં તેઓ શંખ શ્રાવકની રાહ જોવા લાગ્યા. પરંતુ બન્યું એવું કે શંખ શ્રાવકને ઉપવાસયુક્ત પૌષધ કરવાના ભાવ જાગ્યા. ઘરે પહોંચી સંપૂર્ણ આરંભ સમારંભનો ત્યાગ કરી તેઓ પોષધશાળામાં બિરાજિત થયા. અહીં રાહ જોતા શ્રાવકોમાંથી પોખલીજી શ્રાવક તેમને બોલાવવા આવ્યા. શાણા ઉત્પલા શ્રાવિકાએ સન્માન સહિત પોખલીજીને આવકાર્યા. પોખલીજીએ પૂછ્યું- શંખ શ્રાવક ક્યાં છે? શિષ્ટાચાર સાચવીને મધુર ભાષામાં ઉત્પલા શ્રાવિકાએ પોષધશાલા બાજુ ઈશારો કરી જવાબ આપ્યો કે તેમણે પૌષધશાલામાં પૌષધ કર્યો છે. પોખલીજી શંખ શ્રાવકજી પાસે આવી ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરી, સાથે આવવા માટે આમંત્રિત કર્યા. ઉત્તર સાંભળી તેઓ પાછા ફર્યા અને બધાને વાત કરી. સહના અંતરમાં થોડી ખેદજનક કલુષિત ભાવના થઈ. શંખજીએ પૌષધની રાત્રિ સુદન્તુ જાગરિકામાં વ્યતીત કરી. સવારમાં સર્વે ય મળી પ્રભુના દર્શનાર્થે ગયા. શંખજી પારણુ કર્યા વિના જ આવ્યા. પ્રભુની દેશના સાંભળ્યા પછી તે શ્રાવકોએ શંખને ઠપકો દીધો. તે
44