________________
શ્રી ભગવતી સૂત્ર–૩
લોક હતો, છે અને રહેશે. લોક ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. હે જમાલી! લોક અશાશ્વત પણ છે કારણ કે અવસર્પિણી કાળ પૂર્ણ થઈને ઉત્સર્પિણી કાળ થાય છે, ઉત્સર્પિણીકાળ પૂર્ણ થઈને અવસર્પિણી કાળ થાય છે.
૪૫
હે જમાલી ! જીવ શાશ્વત છે, કારણ કે જીવ કદાપિ ન હતો, નથી, રહેશે નહીં તેમ નથી. પરંતુ જીવ હતો, છે અને રહેશે', તેમજ જીવ પણ ધ્રુવ, નિયત, નિત્ય આદિ પૂર્વોક્ત વિશેષણ યુક્ત છે. હે જમાલી ! જીવ અશાશ્વત પણ છે કારણ કે જીવ નૈયિક થઈને તિર્યંચ થાય છે. તિર્યંચ થઈને મનુષ્ય થાય છે અને મનુષ્ય થઈને દેવ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જમાલીના સર્વજ્ઞતાના દાવાને મિથ્યા સિદ્ધ કરવા ગૌતમસ્વામીના બે પ્રશ્નો અને પ્રભુ દ્વારા થયેલું તેનું સમાધાન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
મુવિ ત્ર, મવડ્ ય, ભવિસ્તર્ય :– ત્રણે કાલમાં લોકનું અસ્તિત્વ રહેવાનું છે.
ધ્રુવે બિ... :- • ધ્રુવે – મેરુ આદિ પર્વતની જેમ લોક ધ્રુવ-અચલ છે. ર્િ = નિયત. જેવો તેનો
=
આકાર છે તેવો પ્રતિનિયત આકાર હંમેશાં રહેવાનો છે. સાસ = પ્રતિનિયત આકારવાળો હોવાથી જ તે શાશ્વત છે. એક ક્ષણ પણ તેના અસ્તિત્વનો અભાવ સંભવિત નથી. અજાણ્ = અક્ષય. શાશ્વત હોવાથી જ અક્ષય-વિનાશ રહિત છે. મન્ત્ર = અવ્યય. અક્ષય હોવાથી તે પોતાના પ્રદેશોની અપેક્ષાએ વ્યય રહિત છે. અદ્ગિદ્ = અવસ્થિત. દ્રવ્યોની અપેક્ષાએ અવસ્થિત છે. ખિન્ન = નિત્ય. દ્રવ્ય અને તેના પ્રદેશોની અપેક્ષાએ નાશ રહિત નિત્ય છે.
દ્રવ્યાપેક્ષયા લોક શાશ્વત છે અને અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલના સતત થતાં પરિવર્તનની અપેક્ષાએ લોક અશાશ્વત પણ છે.
તેમજ જીવ પણ દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાલ શાશ્વત, ધ્રુવ, નિયત આદિ વિશેષણ સંપન્ન છે અર્થાત્ શાશ્વત છે અને તેના ચાર ગતિના પરિભ્રમણની અપેક્ષાએ અશાશ્વત છે.
આ રીતે લોક અને જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત છે.
જમાલીની વિરાધકતાનું પરિણામ :
५४ तएण से जमाली अणगारे समणस्स भगवओ महावीरस्स एवं आइक्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयं अट्ठ णो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ; एयमट्ठे असद्दहमाणे, अपत्तियमाणे, अरोएमाणे दोच्चं पि समणस्स भगवओ