________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
[ ૪૫૫ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે મિથ્યાભિમાની વ્યક્તિનો અહંકાર જ્યારે તૂટે છે ત્યારે તેની જે માનસિક પરિસ્થિતિ નિર્મિત થાય છે, તેનું ચિત્રાંકન જમાલીના વૃત્તાંત દ્વારા કર્યું છે. સંવિવિU..:-જમાલી ગૌતમના પ્રશ્નોના ઉત્તર આપી શક્યો નહીં. તે સમયે તેના અંતર મનમાં અનેક પ્રકારે મથામણ થઈ. તેને સૂત્રકારે સંવિઆદિ શબ્દો દ્વારા પ્રગટ કરી છે. યથા
સંપિ = શંકિત થવું. લોકને તથા જીવને શાશ્વત કહેવો કે અશાશ્વત કહેવો, તે પ્રમાણે તેને શંકા થઈ. વહિપ = કાંક્ષા-ચિત્તની ચંચળતા. એક ક્ષણ એમ લાગે કે લોક અને જીવ શાશ્વત છે, બીજી ક્ષણે એમ લાગે કે તે બંને અશાશ્વત છે. આ પ્રકારની ડામાડોળ પરિસ્થિતિ થઈ. નિતિષ્ઠા = વિચિકિત્સા. લોકને શાશ્વત કહેવાથી ગૌતમને મારી વાત પર શ્રદ્ધા થશે કે અશાશ્વત કહેવાથી શ્રદ્ધા થશે? આ પ્રકારની ફળની શંકાસ્પદ વિચારણા થવી. મલાવ = ભેદ સમાપત્ર-મતિ ભેદ અથવા બુદ્ધિનું ભ્રમિત થવું કે હું શું જવાબ આપીશ? સાવ = કલુષિત પરિણામ થવા. ઉત્તર આપવામાં અસમર્થ થવાથી તેનો આત્મા ખિન્ન થયો.
ભગવાન દ્વારા સમાધાન :|५३ 'जमाली' त्ति समणे भगवं महावीरे जमालिं अणगारं एवं वयासी- अस्थि णं जमाली ! ममं बहवे अंतेवासी समणा णिग्गंथा छउमत्था, जे णं पभू वागरणं वागरित्तए, जहा णं अहं, णो चेव णं एयप्पगारं भासं भासित्तए, जहा णं तुमं ! सासए लोए जमाली ! ज ण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ. भविं च भवइ य भविस्सइ य, धवे णिइए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे, असासए लोए जमाली ! ज ओसप्पिणी भवित्ता उस्सप्पिणी भवइ, उस्सप्पिणी भवित्ता ओसप्पिणी भवइ। सासए जीवे जमाली ! जंण कयाइ णासी जावणिच्चे। असासए जीवे जमाली! जंणं णेरइए भवित्ता तिरिक्खजोणिए भवइ तिरिक्खजोणिए भवित्ता मणुस्से भवइ, मणुस्से भवित्ता देवे भवइ । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જમાલી અણગારને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું- હે જમાલી ! મારા અનેક શ્રમણ-નિગ્રંથ શિષ્યો છદ્મસ્થ છે પરંતુ તે મારી જેમ આ પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ છે. પરંતુ તું જે પ્રકારે કહે છે કે “હું સર્વજ્ઞ, અરિહંત, જિન, કેવળી છું” તે પ્રકારની ભાષા તેઓ બોલતા નથી.
હે જમાલી! લોક શાશ્વત છે, કારણ કે લોક કદાપિ ન હતો, નથી કે રહેશે નહીં તેમ નથી, પરંતુ