________________
શ્રી ભગવતી સૂત્ર–૩
छउमत्थावक्कमणेणं अवक्कंते, अहं णं उप्पण्ण - णाणदंसणधरे अरहा जि केवली भवित्ता केवलि-अवक्कमणेणं अवक्कते ।
૪૫૪
ભાવાર્થ :- ત્યાર પછી જમાલી અણગાર ધીરે ધીરે પૂર્વોક્ત રોગથી મુક્ત થયા, રોગરહિત અને બલવાન શરીરવાળા થયા. ત્યારે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને, અનુક્રમથી વિચરતાં અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા, ત્યાં આવ્યા. ત્યાં આવીને ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક ઊભા રહીને આ પ્રમાણે કહ્યું– જે રીતે આપ દેવાનુપ્રિયના અનેક શિષ્યો છદ્મસ્થ રહીને, છદ્મસ્થ વિહારથી વિચરણ કરતાં આપની પાસે આવ્યા છે, તે રીતે હું છદ્મસ્થ વિહારથી વિચરણ કરતા આવ્યો નથી. પરંતુ ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન-કેવળદર્શનને ધારણ કરનાર અરિહંત, જિન, કેવળી થઈને કેવળી-વિહારથી વિચરણ કરતાં આવ્યો છું.
જમાલી અને ગૌતમ સ્વામીનો વાર્તાલાપ:
५२ तरणं भगवं गोयमे जमालिं अणगारं एवं वयासी- णो खलु जमाली ! केवलिस्स णाणे वा दंसणे वा सेलंसि वा थंभंसि वा थूभंसि वा आवारिज्जइ वा णिवारिज्जइ वा, जइ णं तुमं जमाली ! उप्पण्ण णाणदंसणधरे अरहा जिणे केवली भवित्ता केवलिअवक्कमणेणं अवक्कते तो णं इमाइं दो वागरणाई वागरेहिसासए लोए जमाली ! असासए लोए जमाली ! सासए जीवे जमाली! असासए जीवे जमाली !
तएणं से जमाली अणगारे भगवया गोयमेणं एवं वुत्ते समाणे संकिए कंखिए जाव कलुससमावण्णे जाए या वि होत्था, णो संचायइ भगवओ गोयमस्स किंचि वि पमोक्खं आइक्खित्तए, तुसिणीए संचिट्ठइ |
ભાવાર્થ :- જમાલીની વાત સાંભળીને ભગવાન ગૌતમસ્વામીએ જમાલી અણગારને આ પ્રમાણે કહ્યું– હે જમાલી ! કેવળીનું જ્ઞાન-દર્શન પર્વત, સ્તંભ અને સ્તૂપ આદિથી આવૃત્ત અને નિવારિત હોતું નથી. હે જમાલી ! જો તું ઉત્પન્ન કેવળજ્ઞાન કેવળદર્શન ધારક અરિહંત, જિન, કેવળી થઈને કેવળી વિહારથી વિચરણ કરતાં આવ્યો છે તો આ બે પ્રશ્નોના ઉત્તર આપ.
હે જમાલી ! શું લોક શાશ્વત છે કે અશાશ્વત છે ? હે જમાલી ! શું જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને સાંભળીને જમાલી શકિત, કાંક્ષિત, વિચિકિત્સા યુક્ત, મતિભેદ યુક્ત અને કલુષિત પરિણામવાળો થયો. તે ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ થયો નહીં. તેથી મૌન ધારણ કરીને ચુપચાપ ઊભો રહ્યો.