________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩.
૪૫૩]
પથરાતો સંથારો પથરાયેલો જોઈ શકાતો નથી. તેથી ક્રિયમાણ કૃત કહી શકાય નહીં.
જે ક્રિયમાણ છે તે કૃત નથી અને કૃત છે તે ક્રિયમાણ નથી. ક્રિયમાણ વસ્તુને કૃત માનવાથી ક્રિયાની નિષ્ફળતા થાય છે. કારણ કે અકત વિષયમાં જ ક્રિયાની સફળતા હોય છે. કૃત વિષયમાં ક્રિયા થતી નથી. તૈયાર થઈ ગયેલા ઘટમાં કોઈ ક્રિયા થતી નથી. જ્યાં સુધી ક્રિયા થતી હોય ત્યાં સુધી ઘટને જોઈ શકાતો નથી. સંથારો બિછાવવાની ક્રિયા ચાલુ હોય ત્યાં સુધી સંથારો પથરાયેલો છે તેમ કહી શકાતું નથી. પ્રભુ મહાવીરનો સિદ્ધાંત ચલમાન પદાર્થ ચલિત છે, ક્રિયમાણ કત છે. પ્રભુનું કથન સૂક્ષ્મ દ્રષ્ટિએ છે. સ્કૂલ દ્વષ્ટિએ વ્યવહારમાં કાર્યની પૂર્ણતા અંતિમ ક્ષણે થાય છે. પ્રત્યેક પ્રવૃત્તિનું પરિણામ અંતિમ ક્ષણે જણાય છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રતિક્ષણ કાર્યની આંશિક નિષ્પત્તિ થઈ રહી છે. જો પ્રતિક્ષણ કાર્યની આંશિક નિષ્પત્તિને ન માનીએ તો અંતિમ સમયે પણ કાર્ય થઈ શકશે નહીં. પ્રત્યેક ક્ષણે જે જે અંશ નિષ્પન્ન થાય છે તે સર્વને ભેગા કરવાથી જ અંતિમ ક્ષણે કાર્યની પૂર્ણ નિષ્પત્તિ થાય છે.
કોઈપણ ક્રિયાના પ્રારંભથી જ તેનો એક એક અંશ નિષ્પન્ન થાય જ છે. આ રીતે ક્રિયા કરતાં કરતાં, તેનો એક એક અંશનિષ્પન્ન થતાં થતાં અંતિમ ક્ષણે કાર્યની પૂર્ણતા પ્રતીત થાય છે. સંથારોબિછાવવાના પ્રારંભથી જ આંશિક આંશિક રૂપે સંથારો પથરાતાં પથરાતાં અંતિમ ક્ષણે સંથારો પૂર્ણ રીતે પથરાયેલો જણાય છે. જેમ ઘટ બનાવવાની ક્રિયાના પ્રારંભથી જ પ્રત્યેક ક્ષણે ઘટની આંશિક ઉત્પત્તિ થતાં થતાં અંતિમ ક્ષણે ઘટ પૂર્ણ રીતે થાય છે.
આ રીતે પ્રત્યેક સમયે જે ક્રિયા થઈ રહી છે, તેનો તેટલો અંશ તે જ સમયે પૂર્ણ થાય છે. તેટલા અંશની પૂર્ણતાની અપેક્ષાએ ક્રિયમાણને કૃત કહી શકાય છે. પ્રત્યેક સમયનું કાર્ય પ્રત્યેક સમયે પૂર્ણ થાય છે. કાર્યનો ઉત્પત્તિકાળ અને સમાપન કાળ એક જ હોય છે. તેથી ક્રિયમાણ કૃત કહી શકાય છે. પ્રભુનું આ કથન સૂક્ષ્મ દષ્ટિએ સાપેક્ષ છે. તેને એકાંત સ્થૂલ દષ્ટિથી જ તપાસતા ભ્રમ થાય છે. મિથ્યાત્વના ઉદયે જમાલી એકાંત સ્કૂલ દષ્ટિથી વિચારવા લાગ્યો. તેથી પ્રભુના સિદ્ધાંતને સમજી શકાયો નહીં. પરંતુ પ્રભુનો ‘ક્રિયમાણ કૃત” સિદ્ધાંત સર્વથા સત્ય છે. વિસ્તૃત વિવેચન માટે જુઓ– શ્રી ભગવતી સૂત્ર-શતક-૧/૧ પૃ. ૧૭,૧૮, જમાલીનો સર્વજ્ઞતાનો મિથ્યા દાવો:
५१ तएणं से जमाली अणगारे अण्णया कयाइ ताओ रोगायंकाओ विप्पमुक्के, हट्टे जाए, अरोए बलियसरीरे, सावत्थीए णयरीए कोट्ठयाओ
चेइयाओ पडिणि- क्खमइ, पडिणिक्खमित्ता पुव्वाणुपुव्वि चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे जेणेव चंपाणयरी, जेणेव पुण्णभद्दे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वयासी- जहा णं देवाणुप्पियाणं बहवे अंतेवासी समणा णिग्गंथा छउमत्था भवित्ता छउमत्थावक्कमणेणं अवक्कंता, णो खलु अहं तहा छउमत्थे भवित्ता