________________
૪૫૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ક્રિયમાણ સંસ્કારક અકૃત છે. સંસ્તીર્યમાણ સંસ્તારક અસંસ્તીર્ણ છે. જ્યારે ક્રિયમાણ સંસ્કારક અકૃત હોય, સંસ્તીર્યમાણ સંસ્તારક અસંસ્તીર્ણ હોય ત્યારે ચલમાન ચલિત નથી, પરંતુ અચલિત છે, યાવત્ નિર્જીયમાણ નિર્જીર્ણ નથી, પરંતુ અનિર્જીર્ણ છે. આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને, જમાલી અણગારે શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા.બોલાવીને આ પ્રમાણે કહ્યું “હે દેવાનુપ્રિયો શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ પ્રમાણે કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે “ચલમાન ચલિત છે” ઇત્યાદિ પરંતુ તેમનું કથન મિથ્યા છે. કારણ કે ચલમાન ચલિત નથી, નિર્જીર્યમાણ નિર્જીર્ણ નથી પરંતુ અનિર્ણ છે.”
|५० तएणं तस्स जमालिस्स अणगारस्स एवं आइक्खमाणस्स जाव परूवेमाणस्स अत्थेगइया समणा णिग्गंथा एयमद्वं सद्दहति, पत्तियंति, रोयंति; अत्थेगइया समणा णिग्गंथा एयमटुं णो सद्दहति, णो पत्तियंति, णो रोयंति। तत्थ णं जे ते समणा णिग्गंथा जमालिस्स अणगारस्स एयमटुं सद्दहति, पत्तियंति, रोयंति ते णं जमालिं चेव अणगारं उवसंपज्जित्ता णं विहरंति; तत्थ णं जे ते समणा णिग्गंथा जमालिस्स अणगारस्स एयं अटुं णो सद्दहति, णो पत्तियंति, णो रोयंति ते णं जमालिस्स अणगारस्स अंतियाओ कोट्ठयाओ चेइयाओ पडिणिक्खमंति, पडिणि-क्खमित्ता पुव्वाणुपुव्वि चरमाणा गामाणुगामं दूइज्जमाणा जेणेव चंपाणयरी जेणेव पुण्णभद्दे चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं- पयाहिणं करेंति, करित्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता समणं भगवं महावीरं उवसंपज्जित्ता णं विहरति । ભાવાર્થ:- જમાલી અણગારની આ વાત પર કેટલાક શ્રમણ-નિગ્રંથોને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ તથા કેટલાક શ્રમણ-નિગ્રંથોને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. જે શ્રમણ-નિગ્રંથોને જમાલી અણગારની ઉપરોક્ત વાત પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ થઈ તે જમાલી અણગારની પાસે રહ્યા અને જેને તેની વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં, તે જમાલી અણગારની પાસેથી, કોષ્ટક ઉધાનમાંથી નીકળ્યા, નીકળીને અનુક્રમથી વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાછા આવ્યા, આવીને ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીરના આશ્રયમાં(નિશ્રામાં) વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જમાલીના મિથ્યાત્વ ઉદયનું નિમિત્ત અને તે નિમિત્તે પ્રગટ થયેલી તેની વિચારણાનું પ્રતિપાદન છે. જમાલીનો સિદ્ધાંત- ક્રિયમાણ કૃત (કરાતું કર્યું) કહેવું, ચલમાનને ચલિત કહેવું તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે.