________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
४४७
છે; તે આપની પાસે મુંડિત થઈને અણગાર ધર્મ સ્વીકાર કરવાની ઈચ્છા કરે છે. હે ભગવન્! તેથી અમે આપને આ શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ શિષ્યરૂપી ભિક્ષાનો સ્વીકાર કરો.
જમાલીકુમારનું વેષ પરિવર્તન અને સંયમ સ્વીકાર :|४४ तएणं समणे भगवं महावीरे जमालिं खत्तियकुमारं एवं वयासी- अहासुहं देवाणुप्पिया !मा पडिबंध !
तएणं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठतुढे समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव आभरण-मल्ला-लंकारं ओमुयइ। तएणं सा जमालिस्स खत्तियकुमारस्स माया हंसलक्खणेणं पडसाडएणं आभरण-मल्लालंकारं पडिच्छइ, पडिच्छत्ता हारवारि जाव विणिम्मुयमाणीविणिम्मुयमाणी जमालिं खत्तियकुमारं एवं वयासी- घडियव्वं जाया ! जइयव्वं जाया ! परिक्कमियव्वं जाया! अस्सि च णं अढे णो पमाएयव्वं ति कटु जमालिस्स खत्तियकुमारस्स अम्मापियरो समणं भगवं महावीरं वंदंति, णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसि पडिगया । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે તે જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ આપને સુખ થાય તેમ કરો, પરંતુ (ધર્મકાર્યમાં) વિલંબ ન કરો.
શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે જમાલી ક્ષત્રિયકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. ત્યાર પછી તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને ઉત્તર પૂર્વદિશા(ઈશાનકોણ)માં ગયા. ત્યાં જઈને સ્વયમેવ આભૂષણ, માળા અને અલંકાર ઉતાર્યા, ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારની માતાએ તે આભૂષણો અને અલંકારોને હંસના ચિહ્નવાળા એક પટફાટક વસ્ત્રખંડમાં ગ્રહણ કર્યા અને પછી હાર, જલધારા ઇત્યાદિની સમાન આંસુ વહાવતી પોતાના પુત્ર જમાલી ક્ષત્રિયકુમારને આ પ્રમાણે કહ્યું – “હે પુત્ર ! સંયમમાં પ્રયત્નશીલ રહેજે, હે પુત્ર ! સંયમમાં યતના કરજે, હે પુત્ર ! સંયમમાં પરાક્રમ કરજે, આ(સંયમના) વિષયમાં ક્ષણમાત્રનો પ્રમાદ કરતો નહીં.” આ પ્રમાણે કહીને જમાલી ક્ષત્રિયકુમારના માતાપિતાએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
જમાલીની દીક્ષા, અધ્યયન અને તપસ્યા - ४५ तएणं से जमाली खत्तियकुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता