________________
| ४४
श्री भगवती सूत्र-3
પ્રભુના ચરણોમાં સમર્પિત જમાલીકુમાર:४३ तएणं से जमालि खत्तियकुमारे णयणमालासहस्सेहिं पिच्छिज्जमाणे पिच्छिज्जमाणे एवं जहा उववाइए कुणिओ जावणिग्गच्छइ; णिग्गच्छित्ता जेणेव माहणकुंडग्गामे णयरे जेणेव बहुसालए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता छत्ताईए तित्थगराइसए पासइ, पासित्ता पुरिस-सहस्सवाहिणिं सीयं ठवेइ, पुरिससहस्स वाहिणिओ सीयाओ पच्चोरुहइ ।
तएणं तं जमालिं खत्तियकमारं अम्मापियरो पुरओ काउं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जावणमंसित्ता एवं वयासी- एवं खलु भंते ! जमाली खत्तियकुमारे अम्हं एगे पुत्ते इढे कंते जाव किमंग ! पुण पासणयाए । से जहा णामए उप्पले इ वा पउमे इ वा जाव सहस्सपत्ते इ वा पंके जाए जले संवुड्डे णोवलिप्पइ पंकरएणं, णोवलिप्पइ जलरएणं, एवामेव जमाली विखत्तियकुमारे कामेहिं जाए, भोगेहिं संवुड्डे णोवलिप्पइ कामरएणं णोवलिप्पइ भोगरएणं णोवलिप्पइ मित्त-णाइ-णियगसयण-संबंधिपरिजणेणं। एस णं देवाणुप्पिया! संसारभयुव्विग्गे भीए जम्मण-मरणेणं; देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए; तं एयं णं देवाणुप्पियाणं! अम्हे सीसभिक्खं दलयामो, पडिच्छंतु णं देवाणुप्पिया! सीसभिक्खं । ભાવાર્થ :- સમયે હજારો દર્શકોની નયન પંક્તિઓ તેને વારંવાર નીરખી રહી હતી. આ રીતે ઔપપાતિક સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાની જેમ જમાલી ક્ષત્રિયકુમાર ક્ષત્રિયકુંડ નગરમાંથી નીકળીને જ્યાં બ્રાહ્મણકુંડ નગર હતું, જ્યાં બહુશાલક ઉદ્યાન હતું, ત્યાં આવ્યા; તીર્થકરના અતિશયરૂપ છત્રાદિને જોયા, જોઈને સહસવાહિની શિબિકાને ઊભી રખાવી અને તેમાંથી નીચે ઉતર્યા.
ત્યારપછી જમાલી ક્ષત્રિયકુમારને આગળ કરીને તેના માતાપિતા જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાનને ત્રણ વાર વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જમાલી ક્ષત્રિયકુમાર અમારો એકનો એક જ પુત્ર છે. જે અમોને ઇષ્ટ, કાંત, પ્રિય, આદિ વિશેષણ સંપન્ન છે. જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન દુર્લભ હોય તેમાં તો કહેવું જ શું? જે રીતે કીચડમાં ઉત્પન્ન થયેલું અને પાણીમાં વૃદ્ધિ પામેલું કમળ પાણી અને કીચડથી નિર્લિપ્ત રહે છે, તે જ રીતે જમાલીકુમાર પણ કામથી ઉત્પન્ન થયો છે અને ભોગથી વૃદ્ધિ પામ્યો છે, પરંતુ તે કામભોગમાં કિંચિત્માત્ર પણ આસક્ત નથી; મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી અને પરિજનોમાં લિપ્ત નથી. હે ભગવન્! આ જમાલીકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે; જન્મ-મરણના ભયથી ભયભીત બન્યો