________________
શતક-૯: ઉદ્દેશક-૩૩.
૪૪૫
પાછળ રથ અને રથનો સમૂહ ચાલ્યો. તેની પાછળ અનેક લાઠીવાળા, ભાલાવાળા, પુસ્તકવાળા, વીણાવાળા ઇત્યાદિ પુરુષો ચાલ્યા. તેની પાછળ એકસો આઠ હાથી, એકસો આઠ ઘોડા અને એકસો આઠ રથ ચાલ્યા. ત્યાર પછી લાકડી, તલવાર અને ભાલા ગ્રહણ કરેલા પદાતિ પુરુષો ચાલ્યા, તેની પાછળ અનેક યુવરાજ, ધનિક, તલવર, સાર્થવાહ આદિ ચાલ્યા. તેની આગળ કળશ અને તાડપત્રના પંખા ગ્રહણ કરેલા પુરુષો ચાલવા લાગ્યા. તેના મસ્તક પર શ્વેત છત્ર ધારણ કર્યું હતું. બંને તરફ શ્વેત ચામર અને પંખા વીંઝાતા હતા, આ રીતે ઋદ્ધિ સહિત, વાજિંત્રોના શબ્દયુક્ત જમાલીકુમાર ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી ચાલતાં, બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની બહાર બહુશાલક ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જવા લાગ્યા. ४२ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स खत्तियकुंडग्गामंणयरं मज्झमझेणं णिग्गच्छमाणस्स सिंघाडग-तिय-चउक्क जाव पहेसु बहवे अत्थत्थिया जहा उववाइए जाव अभिणंदिया य अभित्थुणता य एवं वयासी- जय जय णंदा ! धम्मेणं, जय जय गंदा ! तवेणं, जय जय णंदा ! भदं ते अभग्गेहिं णाणदसणचरित्तमुत्तमेहिं, अजियाई जिणाहि इदियाई, जीयं च पालेहि समणधम्म; जियविग्घो वि य वसाहितं देव ! सिद्धिमज्झे णिहणाहि य रागदोसमल्ले,तवेणं धिइधणियबद्धकच्छे, महाहि य अट्ठ कम्मसत्तू झाणेणं उत्तमेणं सुक्केणं, अप्पमत्तो हराहि आराहणपडागं च धीर ! तेलोक्करंगमज्झे, पावय वितिमिरमणुत्तरं केवलं च णाणं, गच्छ य मोक्खं परं पदं जिणवरोवदिटेणं सिद्धिमग्गेणं अकुडिलेणं, हंता परीसहचमुं, अभिभविय गामकंटकोवसग्गाणं, धम्मे ते अविग्घमत्थु त्ति कटु अभिणंदति य अभिथुणंति य । ભાવાર્થ:- ત્યારપછી ક્ષત્રિયકુંડ નગરની મધ્યમાંથી નીકળતા, જમાલીકુમારને શૃંગાટક, ત્રિક, ચતુષ્ક આદિ રાજમાર્ગોમાં અનેક ધનાર્થી, કામાર્થી વગેરે પુરુષો(ઔપપાતિક સૂત્રાનુસાર) અભિનંદન કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યા- હે નંદ! ધર્મ દ્વારા તમારો જય હો, હે નંદ ! તપ દ્વારા તમારો જય હો, હે નંદ! તમારું કલ્યાણ હો, હે નંદ ! અખંડ, ઉત્તમ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા અવિજીત ઇન્દ્રિયોને જીતો; શ્રમણ ધર્મનું પાલન કરો, સર્વ વિઘ્નોને પારકરો, સિદ્ધોની મધ્યમાં જઇને વસો, તપ દ્વારા રાગદ્વેષ રૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. ધૈર્ય રૂપી કચ્છને (પહેરવેશ વિશેષને) દઢતાપૂર્વક બાંધીને અષ્ટકર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે વીર ! આપ સર્વોત્તમ શુક્લધ્યાન દ્વારા અપ્રમત્ત બનીને, ત્રણ લોકરૂપી વિશ્વ મંડપમાં આરાધના રૂપી વિજય પતાકા ફરકાવો; અજ્ઞાનાંધકારથી રહિત અનુત્તર કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો; પરીષહ રૂપી સૈન્યનો સંહાર કરીને, જિનવરોપદિષ્ટ સરલ સિદ્ધિ માર્ગે ચાલીને, પરમ પદ રૂપ મોક્ષને પ્રાપ્ત કરો; ઇન્દ્રિયોને પ્રતિકૂળ કંટક સમાન ઉપસર્ગોને પરાભૂત કરીને, તમારો ધર્મમાર્ગ વિગ્ન રહિત બનો. આ રીતે લોકો અભિનંદન અને સ્તુતિ કરવા લાગ્યા.