________________
| ४४८
श्री भगवती सूत्र-3
जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, एवं जहा उसभदत्तो तहेव पव्वइओ; णवरं पंचहिं पुरिससएहिं सद्धि तहेव जाव सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्झइ, अहिज्झित्ता बहूहिं चउत्थ-छट्ठट्ठम जाव मासद्धमासखमणेहिं विचित्तेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી જમાલીકુમારે સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો, કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને ઋષભદત્ત બ્રાહ્મણની જેમ ભગવાન પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. વિશેષતા એ છે કે જમાલી ક્ષત્રિયકુમારે પાંચસો પુરુષોની સાથે પ્રવજ્યા અંગીકાર કરી. ત્યાર પછી જમાલી અણગારે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અનેક ઉપવાસ, છઠ, અટ્ટમ, યાવત્ અર્ધમાસ, માસખમણ આદિ વિવિધ તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં જમાલી ક્ષત્રિયકુમારની દીક્ષા અને સાધક જીવનનો નિર્દેશ છે.
પંચમુષ્ટિ લોચ:- તેના બે અર્થ થાય છે. ૧, પાંચ આંગળીઓ સહિત અગ્રહાથ દ્વારા મસ્તકના સમગ્ર વાળોને ચૂંટી લેવા તે પંચમુષ્ટિ લોચ કહેવાય છે. (૨) સંપૂર્ણ મસ્તક પંચમુષ્ટિ પ્રમાણ હોય છે. તેના સમગ્ર કેશો પાંચ શિખારૂપ હોય છે. તે કેશોનું હાથેથી ચૂંટીને લંચન કરવું તેને પંચમુષ્ટિ લોચ કહે છે.
આ એક જૈન પારિભાષિક શબ્દ છે જે હાથ દ્વારા થતાં શિરોમુંડન માટે પ્રયુક્ત થાય છે. જમાલીનો પૃથક વિહાર:४६ तएणं से जमाली अणगारे अण्णया कयाइ जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अणगारसएहिं सद्धिं बहिया जणवयविहार विहरित्तए ।
तएणं समणे भगवं महावीरे जमालिस्स अणगारस्स एयमटुं णो आढाइ, णो परिजाणइ, तुसिणीए संचिट्ठइ । तएणं से जमाली अणगारे समणं भगवं महावीर दोच्च पि तच्च पि एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अणगारसएहिं सद्धिं जाव विहरित्तए ।
तएणं समणे भगवं महावीरे जमालिस्स अणगारस्स दोच्चं पितच्चं पि एयमटुं णो आढाइ जाव तुसिणीए संचिट्ठइ ।