________________
શ્રી ભગવતી સૂત્ર–૩
ભાવાર્થ:જમાલીકુમારના પિતાના સેવકોએ નાપિતને બોલાવ્યો ત્યારે તે અત્યંત પ્રસન્ન થયો. તેણે સ્નાનાદિ કર્યા અને પોતાના શરીરને અલંકૃત કર્યું. ત્યાર પછી જ્યાં જમાલીકુમારના પિતા હતા ત્યાં તેની પાસે આવ્યો.
૪૩૮
તેણે હાથ જોડીને, મસ્તક નમાવીને, જમાલી કુમારના પિતાને જય-વિજય શબ્દોથી વધાવ્યા અને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિય ! મારે કરવા યોગ્ય કાર્ય કહો.” ત્યારે જમાલીકુમારના પિતાએ તે નાપિતને આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિય ! જમાલીકુમારના અગ્રકેશ, અત્યંત સાવધાનીપૂર્વક ચાર અંગૂલ છોડીને, નિષ્ક્રમણને યોગ્ય કાપી આપો.” જમાલીકુમારના પિતાની આજ્ઞા સાંભળીને, નાપિત અત્યંત પ્રસન્ન થયો અને બંને હાથ જોડીને બોલ્યો—“હે સ્વામિન્ ! હું આપની આજ્ઞાનુસાર કરીશ.’’ આ પ્રમાણે કહીને વિનયપૂર્વક તેમના વચનનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સુગંધિત ગંધોદકથી હાથ-પગ ધોયા અને મુખને આઠ પડવાળા વસ્ત્રથી બાંધ્યું, પછી જમાલીકુમારના અગ્રકેશોને અત્યંત સાવધાનીપૂર્વક નિષ્ક્રમણને યોગ્ય, ચાર અંગુલ છોડીને કાપ્યા.
ત્યાર પછી જમાલીકુમારની માતાએ હંસ સમાન શ્વેત વસ્ત્રમાં તે અગ્રકેશોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને તેને સુગંધિત ગંધોદકથી ધોયા, સુગંધિત ગંધોદકથી ધોઈને તેનું ઉત્તમ અને પ્રધાન સુગંધી પદાર્થ તથા માળા દ્વારા અર્ચન કર્યું, અર્ચન કરીને તેને શુદ્ધ વસ્ત્રમાં બાંધ્યા, વસ્ત્રમાં બાંધીને રત્નની પેટીમાં રાખ્યા. ત્યાર પછી જમાલીકુમારની માતા રડતી; હાર, જલધારા, સિંદુવાર વૃક્ષના પુષ્પ અને તૂટેલા મોતીની માળા સમાન આંસુ વહાવતી, આ પ્રમાણે બોલી— “આ કેશ અમારા માટે અનેક તિથિઓ, પર્વ તિથિઓ, ઉત્સવ, નાગપૂજાદિ રૂપ યજ્ઞ અને મહોત્સવોમાં જમાલીકુમારના અંતિમ દર્શનરૂપ, સ્મૃતિરૂપ થશે.” આ પ્રકારનો વિચાર કરીને તેણે તે(કેશની ડબી)ને પોતાના તકિયા નીચે રાખી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જમાલીકુમારના કેશલુંચનનું વર્ણન છે. તેના અગ્રકેશો સાફ કરીને રત્નપિટકમાં સુરક્ષિત રાખવાનું કથન છે. તેમાં માતાની મમતાનું કે લૌકિક રિવાજનું દર્શન થાય છે. ચાલવો શિવમળપાઓને ગાલે :- ચાર અંગુલ પ્રમાણ કેશને છોડીને અગ્રકેશને કાપીને દીક્ષા પ્રાયોગ્ય કરી આપો. આ વિશેષણ યુક્ત શબ્દના બે અર્થ થાય છે– (૧) અગ્રકેશને કાપીને મસ્તકના સમગ્ર કેશને ચાર અંગુલ પ્રમાણ કરો. અગ્રકેશ-વાળના આગળનો ભાગ અર્થાત્ ચાર અંગુલથી મોટા કેશ હોય તેને કાપી નાંખો. તેથી તેનો લોચ કરવામાં સુવિધા રહે. ત્યાર પછી દીક્ષાર્થી સ્વયં પંચમુષ્ઠિ લોચ કરે છે. (૨) મસ્તકના મધ્યભાગમાં ચોટીના સ્થાને ચાર અંગુલ પ્રમાણ કેશને રાખીને તે સિવાયના સમસ્ત કેશને કાપી નાંખો.
વર્તમાને બીજા અર્થવાળી પરંપરા પ્રવૃત્તિ રૂપે પ્રવર્તમાન છે. દીક્ષા સમયે દીક્ષાર્થીના કેશનું મુંડન નાપિત દ્વારા થાય છે. વચ્ચેના ચાર અંગુલ પ્રમાણ કેશનું લંચન હાથેથી થાય છે.
અટ્ટ પડતારૂં જોત્તિ મુદું વષેર્ :- આઠ પડવાળા વસ્ત્રથી મુખને બાંધી દીધું, કોઇપણ મહાન