________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
૪૩૧ ]
૩૦ધ્યેય IT = મૃત કલેવર સમાન ઉચ્છવાસ અને અશુભ નિશ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરનાર. ભાવાર્થ:- માતા પિતાની ઉપરોક્ત વાતના ઉત્તરમાં જમાલી ક્ષત્રિયકુમારે પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! આપે કહ્યું છે કે ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલી તારી આ આઠ સ્ત્રીઓ છે ઇત્યાદિ. હે માતા-પિતા ! આ મનુષ્ય સંબંધી કામભોગ નિશ્ચિતરૂપે અશુચિથી ભરેલા અને અશાશ્વત છે; વાત, પિત, કફ, વીર્ય અને રુધિરના સાવરૂપ છે; મળ-મૂત્ર, શ્લેષ્મ, સિંઘાણ-નાસિકાનો મેલ, વમન, પિત્ત, પરુ, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલા છે. તે અમનોજ્ઞ, અશુભ, મૂત્ર અને વિષ્ટાથી ભરપૂર તથા દુર્ગધથી યુક્ત છે; મૃત કલેવરની સમાન ગંધવાળા, ઉચ્છવાસ અને અશુભ નિશ્વાસથી ઉદ્વેગ ઉત્પન્ન કરનાર છે; બીભત્સ, અલ્પકાલીન, હલકા અને કલમલ(શરીરમાં રહેલું એક પ્રકારનું અશુદ્ધ દ્રવ્ય)ના સ્થાનરૂપ હોવાથી દુઃખરૂપ છે અને સર્વ મનુષ્યોને માટે સાધારણ છે. તે શારીરિક અને માનસિક રીતે અત્યંત દુઃસાધ્ય છે, અજ્ઞાની પુરુષો દ્વારા સેવિત તથા ઉત્તમ પુરુષો દ્વારા હંમેશાં નિંદનીય છે. તે અનંત સંસારની વૃદ્ધિ કરાવનાર અને કફળદાયક છે; પ્રજ્વલિત ઘાસના પૂળાના સ્પર્શ સમાન દુઃખદાયી તથા કઠિનતાથી છૂટનારા છે, દુઃખાનુબંધી છે. આ કામભોગ મોક્ષમાર્ગમાં વિધ્વરૂપ છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે આપણામાંથી કોણ પહેલા જશે અને કોણ પછી જશે?” તેથી હે માતાપિતા ! હું આપની આજ્ઞાથી પ્રવ્રજિત થવા ઈચ્છું છું. |२८ तएणं तं जमालिं खत्तियकुमारं अम्मा-पियरो एवं वयासी- इमे य ते जाया ! अज्जयपज्जयपिउपज्जयागए सुबहु हिरण्णे य, सुवण्णे य, कसे य, दूसे य, विउलधण-कणग जाव संतसारसावएज्जे, अलाहि जाव आसत्तमाओ कुल-वंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, परिभाएउं, तं अणुहोहि ताव जाया ! विउले माणुस्सए इड्ढिसक्कारसमुदए, तओ पच्छा अणुहूयकल्लाणे, वड्डियकुलवंस जावपव्वइहिसि। શબ્દાર્થ - કન્વય = દાદા પmય = દાદામહfપ૩૫wય = પિતાના દાદામહ સાવF= સ્થાપતેય-ધન અનાદિક પર્યાપ્ત પામ = પ્રકામ-અતિશય પરિમાણ૩ = વિતરણ કરીને. ભાવાર્થ - ત્યાર પછી જમાલીકુમારના માતાપિતાએ જમાલીકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર! આ પિતા, પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામહથી પ્રાપ્ત થયેલું પ્રચુર હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, વિપુલ ધન, કનક આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, આ દ્રવ્ય એટલું પ્રચુર છે કે જો સાત પેઢી સુધી ખુલ્લા હાથે દાન અપાય, ભોગવાય, વહેંચાય, તો પણ સમાપ્ત થઈ શકે તેમ નથી. હે પુત્ર ! તેથી તું મનુષ્ય સંબધી વિપુલ ઋદ્ધિ અને સત્કારનો અનુભવ કર, સુખનો અનુભવ કરીને અને કુલવંશની વૃદ્ધિ કરીને થાવત્ પછી તું દીક્ષા લેજે. |२९ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा वि णं तं अम्मयाओ ! जणं तुब्भे ममं एवं वयह- इमं च ते जाया ! अज्जयपज्जय जाव