________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
[ ૪૨૭ |
માતા પિતા સમક્ષ પોતાના ભાવોની કરેલી અભિવ્યક્તિનું નિરૂપણ છે. સદ્દામ પત્તિયામિ....:-જમાલી કુમારની ધર્મશ્રદ્ધાને પ્રગટ કરવા મૂળપાઠમાં 'સહામ' વગેરે શબ્દ પ્રયોગ છે. તેના વિશેષાર્થ આ પ્રમાણે છે
સદાનિ = શ્રદ્ધા કરું છું. જ્યાં તર્કનો પ્રવેશ ન થાય તેવા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને શાસ્ત્રના કથનાનુસાર સ્વીકારી લેવા તે. પત્તિયામિ = પ્રતીતિ કરું છું. વ્યાખ્યાતા સાથે તર્ક-વિર્તક કરીને પુણ્ય-પાપ આદિને સમજીને વિશ્વાસ કરવો તે. રોમિ = રુચિ કર્યું છે. શ્રદ્ધા અને પ્રતીતિ થયેલા વિષયાનુસાર તપ-ચારિત્ર આદિ સેવન કરવાની ઇચ્છા કરવી. તે આખ પુરુષો દ્વારા કથિત હોવાથી અભિમત છે. વિતરું = અવિતથ. ભૂલ રહિત પૂર્ણ સત્ય છે. પવયં તવં = સત્ય છે, તથ્ય છે. જમાલી અને માતા-પિતાનો સંવાદ - २३ तएणं से जमाली खत्तियकुमारे अम्मा-पियरो एवं वयासी- तहा विणं तं अम्मा-याओ ! जणं तुब्भे मम एवं वयह- तुम सि णं जाया ! अम्हं एगे पुत्ते इढे कंते तं चेव जाव पव्वइहिसि; एवं खलु अम्मायाओ ! माणुस्सए भवे अणेगजाइ जरा-मरण-रोग-सारीरमाणस-पकामदुक्ख-वेयण- वसण-सओव-द्दवाभिभूए, अधुवे, अणिइए, असासए, संज्झब्भरागसरिसे, जलबुब्बुयसमाणे, कुसग्ग-जलबिंदु-सण्णिभे, सुविणगदसणोवमे, विज्जुलयाचंचले, अणिच्चे, सडण-पडणविद्धसण-धम्मे, पुट्वि वा पच्छा वा अवस्सं विप्पजहियव्वे भविस्सइ; से केस णं जाणइ अम्मयाओ ! के पुट्विं गमणयाए, के पच्छा गमणयाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वइत्तए । શબ્દાર્થ –વસોવદ્વાઈપ = સંકડો કષ્ટો અને ઉપદ્રવોથી પીડિતાઇભરી રીતે = સંધ્યાના સુંદર રંગ જેવા બનવું બ્યુયસમા પ = પાણીના પરપોટાની સમાન સનfવસfor = કુશાગ્ર જલબિંદુ સમાન સુવિધા સવમે = સ્વપ્ન દર્શન સમાન વિનુcતથા વેવ = વીજળી સમાન ચંચળ વિખારિયળું = ત્યાગ કરવા યોગ્ય. ભાવાર્થ :- ત્યારે રાજકુમાર જમાલીએ પોતાના માતા-પિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! હમણાં જે આપે કહ્યું કે હે પુત્ર! તું અમને ઇષ્ટ, કાંત પ્રિય આદિ છે અમારા કાલધર્મ પછી દીક્ષા અંગીકાર કરજે ઇત્યાદિ. પરંતુ હે માતા-પિતા ! આ મનુષ્ય જીવન જન્મ, જરા, મરણ, રોગ, વ્યાધિ આદિ અનેક શારીરિક અને માનસિક દુઃખોની અત્યંત વેદનાથી અને સેંકડો કષ્ટો, ઉપદ્રવોથી પીડિત છે. અધુવ, અનિત્ય અને અશાશ્વત છે; સંધ્યાકાલીન રંગોની સમાન, પાણીના પરપોટાની સમાન, કુશાગ્ર પર રહેલા જલબિંદુની સમાન, સ્વપ્ન દર્શન સમાન તથા વીજળીના ચમકારા સમાન ચંચળ અને અનિત્ય છે. સડવું,