________________
[ ૪૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
आसासिया समाणी,रोयमाणी, कंदमाणी,सोयमाणी, विलवमाणी जमालिं खत्तिय कुमारं एवं वयासी- तुम सि णं जाया! अम्हं एगे पुत्ते इटे, कंते, पिए, मणुण्णे, मणामे, थेज्जे, वेसासिए सम्मए बहुमए अणुमए भंडकरंडगसमाणे, रयणे रयणब्भूए जीविऊसविए, हिययणंदिजणणे, उंबरपुप्फमिव दुल्लहे सवणयाए, किमंग ! पुण पासणयाए; तं णो खलु जाया! अम्हे इच्छामो तुब्भं खणमवि विप्पओगं, तं अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो, तओ पच्छा अम्हेहिं कालगएहिं समाणेहिं परिणयवये, वड्डिय-कुलवंसतंतुकज्जम्मिणिरवयक्खे समणस्स भगवओ महावीरस्स अंतिय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइहिसि । શબ્દાર્થ - વ રમુદ = સુવર્ણ કળશના મુખમાંથી વાળવણીયા-વિમનનનધાર = નીકળતી શીતળ, નિર્મળ જલધારાની પરિસિંવમાં-ગળાવિયTIઠ્ઠી = સિંચનથી જેના ગાત્રોને સ્વસ્થ કર્યા છે તેવા કહેવયેતાનિયંટવીયા નળિયેવાઈ = વાંસ અને તાલવૃક્ષના પંખાના જલબિંદુ યુક્ત વાયુથી સંસાઈ = સ્પર્શથી આસિયા સમાન = આશ્વાસન પ્રાપ્ત કરતી રોયના = રોતી વેવાણ = આક્રન્દ કરતી લોયણ = શોક કરતી વિતવાળો = વિલાપ કરતી વે ને સ્થિરતા ગુણ યુક્ત વેલાસિક વિશ્વાસ યોગ્ય સમર= સમ્મત કોવિઝવણ = જીવનના ઉત્સવ સમાન હિયરિંગ = હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર ૩૨પુષ્કવિ દુલ્લાદે - ગુલમહોરના ફૂલની જેમ દુર્લભ પર-વેવ = વૃદ્ધાવસ્થામાં વયિત્તવતંતુવનિ = કુલવંશના તંતુની વૃદ્ધિ કરીને ગરવયવે = નિરપેક્ષ થઈને. ભાવાર્થ:- ત્યાર પછી જમાલી ક્ષત્રિયકુમારની માતાના પડી જવાથી, ભયભીત થયેલી પારિચારિકાઓએ તેના શરીરને શીધ્ર સુવર્ણ કળશોના મુખથી નીકળતી શીતલ અને નિર્મળ જલધારાનું સિંચન કરીને સ્વસ્થ કર્યું અને વાંસથી બનેલા પંખા તથા તાડપત્રથી બનેલા પંખા દ્વારા જલબિંદુ સહિત પવન નાખીને દાસીઓએ તેને આશ્વાસન આપ્યું. સ્વસ્થ થતાં જ રડતી, આક્રન્દન કરતી, શોક કરતી, વિલાપ કરતી જમાલીકુમારની માતા આ પ્રમાણે બોલવા લાગી- હે પુત્ર! તું મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ(મનોહર), આધારભૂત, વિશ્વાસપાત્ર, સમ્મત, બહુમત, અનુમત, આભૂષણોની પેટી તુલ્ય, રત્નસ્વરૂપ, રત્નતુલ્ય, જીવનના ઉત્સવ સમાન અને હૃદયને આનંદદાયક એક જ પુત્ર છો. ઉદુમ્બરના પુષ્પ સમાન તારું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય, તેમાં તો કહેવું જ શું? તેથી હે પુત્ર!તારો વિયોગ હું એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી; તેથી જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી ઘરમાં જ રહીને કુલવંશની અભિવૃદ્ધિ કર. જ્યારે અમે કાલધર્મને પ્રાપ્ત કરીએ અને તારી વૃદ્ધાવસ્થા આવી જાય, ત્યારે કુલવંશની વૃદ્ધિ કરીને,(સંસારથી)નિરપેક્ષ બનીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે મુંડિત થઈને અણગાર ધર્મ સ્વીકાર કરજે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં જમાલીની ધર્મ શ્રદ્ધા વૈરાગ્યભાવ અને સંયમ સ્વીકાર કરવાની તીવ્ર તમન્ના તથા