________________
[ ૪૨૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
જમાલીકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરીને ચાર ઘંટવાળા અશ્વરથ પર આરુઢ થયા. આરુઢ થઈને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી, બહુશાલક ઉદ્યાનમાંથી નીકળ્યા. કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરેલા યાવતું મહાન યોદ્ધાઓ અને સુભટોથી ઘેરાયેલા તે જમાલીકુમાર ક્ષત્રિયકુંડ ગ્રામ તરફ આગળ વધ્યા. આ રીતે જતાં ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી પસાર થઈને, જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં બાહ્ય સભાભવન હતું ત્યાં આવ્યા, આવીને તેણે ઘોડાને થંભાવી દીધા; ઘોડાને રોકીને રથ ઊભો રાખ્યો; રથ ઊભો રાખીને તે રથમાંથી નીચે ઉતર્યા; ઉતરીને આત્યંતર ઉપસ્થાનશાળા(ઘરની અંદરના બેઠક રૂમ)માં, માતા-પિતા પાસે આવ્યા, આવીને જય-વિજય શબ્દોથી માતા-પિતાને વધાવ્યાં, વધાવીને આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા! મેં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. १९ तएणं तं जमालिं खत्तियकुमारं अम्मापियरो एवं वयासी- धण्णे सि णं तुमं जाया ! कयत्थे सि णं तुमं जाया ! कयपुण्णे सि णं तुमं जाया ! कयलक्खणे सि णं तुमं जाया ! जं णं तुमे समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मे णिसंते, से वि य धम्मे तव इच्छिए, पडिच्छिए, अभिरुइए । ભાવાર્થ:- ત્યારપછી જમાલીકુમારની આ વાત સાંભળીને તેના માતા-પિતાએ કહ્યું- હે પુત્ર! તું ધન્ય છે, તું કતાર્થ છે, તું કતપુણ્ય છે અને કતલક્ષણ છે કે તે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો અને તે ધર્મ તને ઇષ્ટ, અત્યંત ઈષ્ટ અને રુચિકર લાગ્યો છે. |२० तएणं से जमालिखत्तियकुमारे अम्मापियरो दोच्चं पि एवं वयासी- एवं खलु मए अम्मयाओ ! समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे णिसंते जाव अभि-रुइए। तएणं अहं अम्मयाओ ! संसारभउव्विग्गे, भीए जम्म-जरा-मरणेणं, तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ :- જમાલી ક્ષત્રિયકુમારે પોતાના માતા-પિતાને બીજીવાર આ પ્રમાણે કહ્યું- હે માતા પિતા ! શ્રમણ ભગવાન મહાવીર પાસેથી મેં ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. હે માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ, જરા અને મરણથી ભયભીત થયો છે. તેથી હે માતા-પિતા ! હું આપની આજ્ઞા પ્રાપ્ત થતાં, શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ સ્વીકાર કરવા ઈચ્છું છું. २१ तएणं सा जमालिस्स खत्तियकुमारस्स माया तं अणिटुं, अकंतं, अप्पियं, अमणुण्णं, अमणाम असुयपुव्वं गिर सोच्चा, णिसम्म, सेयागयरोमकूव-पगलंत