________________
| ૪૨૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
सत्थवाह-प्पभिइओ जाव खत्तियकुंडग्गामे णयरे मज्झमज्झेणं णिग्गच्छंति; एवं संपेहेइ एवं संपेहित्ता कंचुइज्जपुरिसं सद्दावेइ, सदावित्ता एवं वयासी- किं णं देवाणुप्पिया ! अज्ज खत्तियकुंडग्गामे णयरे इंदमहे इ वा जाव णिग्गच्छंति ? ભાવાર્થ- અનેક મનુષ્યોના શબ્દો અને કોલાહલ સાંભળીને તથા નિહાળીને, ક્ષત્રિયકુમાર જમાલીના મનમાં આ પ્રમાણે અધ્યવસાય, ચિંતન, જિજ્ઞાસા અને મનોગત વિચાર ઉત્પન્ન થયો કે– શું આજે ક્ષત્રિયકુંડ ગ્રામ નગરમાં ઇન્દ્રનો ઉત્સવ છે, સ્કંદનો ઉત્સવ છે, નાગ મહોત્સવ છે, યક્ષનો ઉત્સવ છે, ભૂતનો ઉત્સવ છે, કૂપ-ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, નદીનો ઉત્સવ છે, દ્રહનો ઉત્સવ છે, પર્વતનો ઉત્સવ છે, વૃક્ષનો ઉત્સવ છે, ચૈત્યનો ઉત્સવ છે, સૂપનો ઉત્સવ છે કે જેથી ઘણા ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, ઇવાકુ કુળ, જ્ઞાત- કુળ, કુરુવંશના ક્ષત્રિય, ક્ષત્રિયપુત્ર, ભટ અને ભટપુત્ર ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર યાવત્ સાર્થવાહ પ્રમુખ લોકો સ્નાનાદિ કરીને બહાર નીકળે છે– આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને જમાલી ક્ષત્રિય-કુમારે(સેવકે પુરુષો)ને બોલાવ્યા અને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિય! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર ઇન્દ્ર આદિનો ઉત્સવ છે, જેથી સર્વ લોકો બહાર જઈ રહ્યા છે? १४ तएणं से कंचुइज्जपुरिसे जमालिणा खत्तियकुमारेणं एवं वुत्ते समाणे हटुतुढे समणस्स भगवओ महावीरस्स आगमणगहियविणिच्छए करयल जाव जमालिं खत्तियकुमारं जएणं विजएणं वद्धावेइ, वद्धावित्ता एवं वयासी- णो खलु देवाणुप्पिया ! अज्ज खत्तियकुंडग्गामे णयरे इंदमहे इ वा जावणिग्गच्छति; एवं खलु देवाणुप्पिया ! अज्ज समणे भगवं महावीरे आइगरे जाव सव्वण्णू सव्वदरिसी माहणकुंडग्गामस्स णयरस्स बहिया बहुसालए चेइए अहापडिरूवं उग्गहं जाव विहरइ । तएणं एए बहवे उग्गा भोगा जावअप्पेगइया वंदणवत्तिय जावणिग्गच्छति। શબ્દાર્થ:- આમળાવિગચ્છા = આગમનનો નિશ્ચય કરીને. ભાવાર્થ:- જમાલી ક્ષત્રિયકુમારના આ પ્રશ્નને સાંભળીને તે કંચુકી પુરુષ હર્ષિત અને સંતુષ્ટ થયો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આગમનને નિશ્ચિતરૂપે જાણીને હાથ જોડીને જમાલી ક્ષત્રિયકુમારને જય-વિજય શબ્દોથી વધાવ્યા. ત્યાર પછી આ પ્રમાણે કહ્યું– “હે દેવાનુપ્રિય ! આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરની બહાર ઇન્દ્ર આદિનો ઉત્સવ નથી પરંતુ ધર્મના આદિકર યાવતુ સર્વજ્ઞ-સર્વદર્શી, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ નગરની બહાર બહુશાલ નામના ઉધાનમાં પધાર્યા છે અને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરે છે, તેથી ઘણા ઉગ્નકુળ, ભોગકુળ આદિના ક્ષત્રિયો વગેરે પ્રભુને વંદન કરવા માટે જઈ રહ્યા છે.” १५ तएणं से जमाली खत्तियकुमारे कंचुइज्जपुरिसस्स अंतियं एवं अटुं