________________
શતક-૯ઃ ઉદ્દેશક-૩૩ .
[ ૪૧૭]
तएणं समणे भगवं महावीरे देवाणंदं माहणिं सयमेव पव्वावेइ, सयमेव पव्वावित्ता सयमेव अज्जचंदणाए अज्जाए सीसिणित्ताए दलयइ ।
तएणं सा अज्जचंदणा अज्जा देवाणंदामाहणिं सयमेव पव्वावेइ, सयमेव मुंडावेइ, सयमेव सेहावेइ, एवं जहेव उसभदत्तो तहेव अज्जचंदणाए अज्जाए इमं एयारूवं धम्मियं च उवएसं संमं संपडिवज्जइ, तमाणाए तहा गच्छइ जाव संजमेणं संजमइ । तएणं सा देवाणंदा अज्जा अज्जचंदणाए अज्जाए अंतियं सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, सेसं तं चेव जाव सव्वदुक्खप्पहीणा। ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, દેવાનંદા બ્રાહ્મણી હૃષ્ટ(આનંદિત) અને તુષ્ટ થયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપનું કથન યથાર્થ છે, તે ભગવન્! આપ કહો છો તેમ જ છે. આ રીતે તેણે પણ ઋષભદત્ત બ્રાહ્મણની જેમ નિવેદન કર્યું કે- “હે ભગવન્! હું પ્રવજ્યા અંગીકાર કરવાની ઇચ્છા રાખું છું” ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દેવાનંદાને સ્વયમેવ દીક્ષા આપી. દીક્ષા આપીને આર્યા ચંદનાને શિષ્યા રૂપે સોંપ્યા. ત્યાર પછી આર્યા ચંદનાએ આર્યા દેવાનંદાને સ્વયમેવ પ્રવ્રજિત કર્યા. સ્વયમેવ મુંડિત કર્યા, સ્વયમેવ શિક્ષા આપી દેવાનંદાએ પણ ઋષભદત્ત બ્રાહ્મણની સમાન આર્યા ચંદનાના વચનોનો સ્વીકાર કર્યો અને તેની આજ્ઞાનુસાર સંયમનું પાલન કરવા લાગ્યા. દેવાનંદા આર્યાએ, આર્યા ચંદનાની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. શેષ વર્ણન પૂર્વવત્ છે. તે દેવાનંદા આર્યા સર્વ દુઃખોથી મુક્ત થયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે પ્રભુના પ્રથમ માતા-પિતા દેવાનંદા અને ઋષભદત્ત બ્રાહ્મણનો જીવન વૃતાંત પ્રસ્તુત કર્યો છે. જે સ્ત્ર પાઠથી સ્પષ્ટ છે.
પ્રભુએ દેવાનંદાને પ્રવ્રજિત કર્યા પછી આર્યા ચંદનાએ તેને પ્રવ્રજિત, મુંડિત, શિક્ષિત કર્યા, એ પ્રમાણેના પાઠનું તાત્પર્ય એ છે કે સાધ્વીજીનું કેશ લંચન, તેને સમાચારી આદિની શિક્ષા વગેરે પ્રત્યેક ક્રિયા સાધ્વીજી દ્વારા જ થાય છે. ત્યાર પછી તેનું અધ્યયન પણ સાધ્વીજી પાસે જ થાય છે. તે નિયમાનુસાર દેવાનંદા આર્યાએ આર્યા ચંદના પાસે અગિયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. અભિગમ:- ત્યાગી મહાપુરુષો, સંત-સતીજીઓ પાસે જવાની એક વિશિષ્ટ મર્યાદાને (વિધિને) શાસ્ત્રીય પરિભાષામાં અભિગમ કહે છે. તે પાંચ છે. તેમાં સ્ત્રી અને પુરુષને માટે ત્રીજા અભિગમમાં ભિન્નતા છે. શ્રાવકને માટે અખંડ ઉત્તરાસંગનું (દુપટ્ટાનું) વિધાન છે અને શ્રાવિકાને માટે વિનયથી શરીરને ઝૂકાવવાનું કથન છે. શેષ અભિગમનું કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે. વિશેષ વિવેચન વર્ણન માટે જુઓ- શતક-૨/પ.